ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ડીસા તાલુકા દ્વારા રાયકરણજી ઠાકોરના અધ્યક્ષતામાં કંસારી મુકામે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મહિલાઓએ રક્તદાન કરી આગવું ઉદાહરણ પુરૂ પડ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-13 11:25:40
  • Views : 235
  • Modified Date : 2021-09-13 11:25:40

     ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠન સમગ્ર ગુજરાત માં સેવા લોક સેવા માટે  હરહમેંશા ખડે પગે હોય છે રાત હોય કે દિવસ ગામે તેવી કપરી, મહામારી, કોઈપણ સમયે માનવજાતની સેવા અને સામાજિક તથા શૈક્ષણિક જાગૃતિ સહિત વ્યસન મુક્તિના ઉમદા ઉદ્દેશથી અલ્પેશજી ઠાકોર આ સંગઠન બનાવ્યું અને આજે સામાજિક ક્ષેત્રે ઠાકોરે સમાજનું મોટું સંગઠન એટલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જેના થકી ઠાકોર સમાજના નવયુવાનોને આગવી રાહ માળી છે. લોકસેવા,  સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો, કન્યા કેળવણી બાબત સહિત અલગ અલગ ક્ષેત્રમાં ઠાકોર સમાજના યવુક યુવતિ નોકરી કરી સમાજને આગવી ઓળખ અપાવે એવા પ્રયત્નો ઠાકોર સેના કરે છે આવી પ્રવૃતિઓના ભગવરૂપે  રક્તદાન કેમ્પનંુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ  પ્રથમવાર રક્તદાન કરી સમાજને આગવી પ્રેરણા આપો છે. આવનાર સમયમાં મહિલાઓમાં શૈક્ષણીક જાગૃતિ આવે તો જ સમાજનો સર્વાંગી વિકાસ થાય અને ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એવા શુભઆષય સાથે આયોજકો દ્વારા ગ્રામ્ય વિસ્તાર આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કંસારી ગ્રામ જનોની સારો સહયોગ મળ્યો હતો.આ પ્રસંગે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના સલાહકાર રાયકરણજી, ઠાકોર સમાજના રાજકીય, સામાજિક અગ્રણી સહિત ક્ષત્રિય ઠાકોર સેના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ૧૭૦ થી વધુ બોટલ એકત્ર થઈ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ડીસા તાલુકા પ્રમુખ બચુજી ઠાકોર તથા સમગ્ર ડીસા તાલુકાની ઠાકોર સેના ટીમ, દરેક ગામની ગ્રામ સમિતિના તમામ કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી તેમ જ કંસારી ઠાકોર સેના ગ્રામ સમિતિએ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતુ. કાર્યક્રમમાં સમાજના રાજકીય આગેવાનો, વડીલો ,  સરપંચો, ડેલીગેટો, યુવાનોએ હાજર રહી પોત્સાહન પૂરું પાડ્યું.

Download Our B K News Today App



Related News