રેલવે સ્ટેશનથી જોડાયેલા કુલી અને રીક્ષાચાલકો થયા બેકાર, મુસાફરો અને ટ્રેન ઘટતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-05 16:53:34
  • Views : 220
  • Modified Date : 2021-05-05 16:53:34

    ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ છે. ત્યારે ધંધારોજગાર પર તેની અસર થઈ છે. રેલવેમાં ટ્રેનો રદ થતાં અને મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં રેલવે મુસાફરોના સરસામાન ઉપાડનાર કુલી અને તેમને રીક્ષામાં ઘર સુધી પહોંચાડનાર રીક્ષાચાલકોની હાલત કફોડી થઈ છે. પૂરતી ટ્રેનો ન પહોંચતા અમદાવાદ રેલવે સ્ટેશનના 250 કુલીઓ અને 300 રીક્ષાચાલકોને રોજ કમાઈને રોજ ખાવામાં ફાંફા પડી રહ્યા છે.

    સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે.. કોરોનાની આ બીજી લહેર ઘણી ભયાવહ સાબિત થઇ રહી છે. દેશના અનેક રાજ્યોમાં કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે કેટલાક રાજ્યોમાં તો હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. ઓક્સિજન મળતો નથી અને સાથે ઇન્જેક્શન અને દવાની દવાની પણ અછત સર્જાઇ રહી છે. આવામાં સુપ્રીમ કોર્ટે રાજ્યોની ટકોર કરી હતી. જેમાં જરૂરી પગલાં લેવા માટે સૂચનો કર્યા હતા. જેમાં કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતમાં હજુ લોકડાઉનની શક્યતાઓ ઓછી જોવા મળે છે. ગુજરાત સરકારે કોરોનાની ચેન તોડવા માટે ઘણા નિયંત્રણ મૂકી દીધા છે. જેમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. તમામ પબ્લિક પ્લેસ અને ફરવાલાયક સ્થળ ઉપર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવી છે.

    ગુજરાતમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે. જેમાં નાના વર્ગના લોકો સૌથી વધારે બેકારીથી પીડાઈ રહ્યા છે. સાથે રેલવે વિભાગે ટ્રેનમાં મુસાફરોની અવરજવરના કારણે કેટલીક ટ્રેનો રદ કરી દીધી છે. હવે માત્ર ગણતરીની ટ્રેનો જ દિવસ દરમિયાન અમદાવાદ જંક્શન ઉપર આવે છે. ગુજરાતના અન્ય રેલવે સ્ટેશન પર પણ મુસાફરો ના મળતા ટ્રેનના હોલ્ડ રદ કરી દીધા છે.

    મોટા શહેરોમાં રેલવે સ્ટેશનમાં સૌથી વધુ કુલી જોવા મળતા હોય છે. જેમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર લગભગ 250 જેટલા કુલી કામ કરે છે. જેઓ હાલ ઓછા મુસાફરો જ હોવાના કારણે બેકારીનો સામનો કરી રહ્યા છે. તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે દિવસ દરમિયાન રેલવે સ્ટેશન પર મુસાફરોની આશાએ બેઠા હોય છે. જેથી તેઓ તેમનો સામાન ઊંચકીને પોતાનું ગુજરાન ચલાવી શકાય તેટલા પૈસા કમાઈ શકે. પરંતુ ઓછી ટ્રેન અને ઓછા મુસાફરોના કારણે તેઓને કોઈ આવક થતી નથી. સાથે કોરોનાના કારણે લોકો પોતાનો સામાન જાતે જ ઊંચકે છે. તેઓ બીજા કોઈને પોતાના સામાનને અડવા પણ નથી દેતા.


Download Our B K News Today App



Related News