ગુજરાતના IAS અધિકારીને ત્યાં IT અથવા EDના દરોડાની ચર્ચા, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 10:55:37
  • Views : 178
  • Modified Date : 2022-05-20 10:55:37

ગુજરાતના IAS અધિકારીને ત્યાં IT અથવા EDના દરોડાની ચર્ચા, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો

 

ગુજરાતમાં ખૂબ જ ગુપ્ત રીતે કેન્દ્રની ટોપની એજન્સીઓ IAS અને IPSઅધિકારીને ત્યાં દરોડા પાડી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે જરાતના IAS અધિકારીને ત્યાં IT અથવા EDના દરોડાની વાત વહેતી થઈ છે. જૂના કેસ સંબંધે મોડી રાતથી આ કાર્યવાહી થઈ હોવાની અટકળો છે. 

 

મોટા પાયે રકમ ઝડપાઇ હોવાની ચર્ચા
હાલ આ દરોડાની વાતો વેગ પકડતા અધિકારી બેડામાં ફફડાટ મચ્યો છે. IAS ઓફિસરને ત્યાં કેન્દ્રની એજન્સીએ પાડેલી રેડમાં મોટા પાયે રોકડ રકમ ઝડપાઇ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. 

 

જીએડીમાં ફરજ બજાવતા અધિકારીને ત્યાં રેડ: સૂત્ર

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીએડી માં ફરજ બજાવતા અધિકારીને ત્યાં આ દરોડા પડ્યા હોવાની વિગતો મળી રહી છે. તેમના દિલ્હી, ગુજરાત અને આંધ્રપ્રદેશના તેમના નિવાસ સ્થાને દરોડા પડ્યા હોવાની ચર્ચા છે. 

 

મોટા અધિકારીઑમાં ફફડાટ
સમગ્ર કાર્યવાહી મુદ્દે અધિકારી બેડામાં ગણગણાટ થઈ રહ્યો છે. રાજ્યના ભ્રષ્ટ IAS અને IPS અધિકારીઓ સામે ઈન્કમટેક્ષ વિભાગે લાલ આંખ કરી છે. કરોડોની મિલકતો ધરાવનાર અધિકારીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સર્વે પણ થઈ રહ્યો છે જેને આધારે આગળ પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે તેવા અણસાર છે. 

 

Download Our B K News Today App



Related News