ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યના ૧૮ સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજોની બદલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 11:38:09
  • Views : 447
  • Modified Date : 2020-03-07 11:38:09

ગુજરાતના ન્યાયતંત્રમાં  મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આવેલા ૧૮ જેટલા પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ અને એડિસનલ ડિસ્ટ્રીકટ જજની નિયુકિતનાં ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ડિસ્ટ્રીકટ જજ તરીકે એચ.ડી.સુથારની નિમણુંક કરવામાં આવી છે તેઓ આ પહેલા હિંમતનગર (સાબરકાંઠા) ખાતે ડિસ્ટ્રીકટ જજ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે રાજકોટના ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપીને હાઇકોર્ટમાં ન્યાયધીશ તરીકે નિમણૂંક પામતા રાજકોટમાં ડિસ્ટ્રીકટ જજની જગ્યા ખાલી પડી હતી.અમદાવાદની  સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના પ્રિન્સીપાલ જજ એમ.કે.દવેની બદલી વલસાડના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ તરીકે કરવામાં આવી છે.અમદાવાદની ઇન્સ્ટ્રીયલ કોર્ટના પ્રેસિડેન્ટ એમ.એમ.ગાંધીને ગાંધીનગર પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજની પોસ્ટ પર બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત ભાવનગરના એસ.કે.બક્ષીને અમદાવાદની સિટી સિવિલ કોર્ટમાં મુકવામાં આવેલ છે. પોરબંદરના એસ.જે.રાજેને ભરૂચના ડીસ્ટ્રીકટ જજ તરીકે મુકવામાં આવેલ છે તેમજ ભરૂચના યુ.ટી.દેસાઇને મહેસાણા ખાતે મુકવામાં આવેલ છે.રાજકોટના એચ.સી.વોરા એડી. સેચ. જજને બઢતી આપીને અરવલ્લી મોડાસાના મુખ્ય સેસન્સ જજ તરીકે મુકવામાં આવેલ છે.અમદાવાદના એન.પી.સૈયદને પોરબંદરના ડીસ્ટ્રીકટ જજ તરીકે મુકવામાં આવેલ છે.છોટે ઉદેપુરના આર.ટી.વાછાણીને ભાવનગર ખાતે સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ તરીકે મુકવામાં આવેલ છે.વલસાડના પી.જી.ગોકાણીને સાબરકાંઠા - હિંમતનગર ખાતે મુખ્ય પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ તરીકે મુકવામાં આવેલ છે.બનાસકાંઠા પાલનપુરના આર.આર.ચૌધરીને રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે એડી. સેસ. જજ તરીકે મુકવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News