ફાર્મસી કાઉન્સિલના ચાલી રહેલા વિવાદ મામલે 6 મહિનામાં ચૂંટણી પૂર્ણ કરવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-16 13:37:22
  • Views : 104
  • Modified Date : 2023-07-16 13:37:22

ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી મામલે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હાઇકોર્ટે હવે આ મામલે ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે 6 મહિનામાં ચૂંટણી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. છેલ્લા 10 વર્ષથી ગુજરાત ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી થઈ નથી. 10 વર્ષથી ચૂંટણી ન થતાં હાઇકોર્ટમાં અરજી થઈ હતી. જેના પગલે હાઈકોર્ટે 6 મહિનામાં ચૂંટણી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં વર્ષ 2023થી કોઇ પણ ચૂંટણી યોજાઇ ન હોવાથી કાઉન્સિલની ચૂંટણી કરવાની માગ સાથે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાઈ હતી. જે રિટ પિટિશનના જવાબમાં હાઇકોર્ટે ઓથોરિટીને આદેશ કર્યો છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા આદેશ થયાના છ મહિનામાં પૂર્ણ કરવામાં આવે.

Download Our B K News Today App



Related News