ગુજરાત બન્યું ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર? કચ્છ નજીકથી 280 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાતા હડકંપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-25 12:19:41
  • Views : 214
  • Modified Date : 2022-04-25 12:19:41

ગુજરાત બન્યું ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર? કચ્છ નજીકથી 280 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાતા હડકંપ

 

કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે. અને તેઓની પાસેથી ડ્રગ્સના 55 પેકેટ જપ્ત કર્યા છે.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 280 કરોડ થાય છે.મહત્વનું છે કે, પાકિસ્તાન 9 ડ્રગ્સ માફિયાઓને જખૌ ખાતે લાવવામાં આવશે. 

પંજાબની અટારી બોર્ડર પરથી કસ્ટમ વિભાગે 100 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું

ઉલ્લેખનીય છે કે,પંજાબની અટારી બોર્ડર પરથી કસ્ટમ વિભાગે રવિવારે દારૂના કન્સાઈનમેન્ટમાં છુપાયેલ 100 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.કસ્ટમ અધિકારીઓએ પંજાબના અટારીમાં ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ. 700 કરોડની કિંમતનું 102 કિલો હેરોઈન જપ્ત કર્યું છે.

અફઘાનિસ્તાનથી આયાત કરાયેલ લિકરિસના કન્સાઈનમેન્ટથી હેરોઈન મળ્યું 

જે દિલ્હી સ્થિત આયાતકાર દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરાયેલ લિકરિસ (મુલેથી) ના કન્સાઈનમેન્ટથી ભરેલું હતું. કસ્ટમ વિભાગના જણાવ્યાં અનુસાર, દારૂના કન્સાઈનમેન્ટના એક્સ-રે સ્કેનિંગ બાદ ડ્રગ્સની દાણચોરીની જાણ થઈ હતી. લાકડાના લોગના કન્સાઇનમેન્ટમાં કેટલાંક અનિયમિત સ્થળો હોવાની શંકા બાદ કસ્ટમ કર્મચારીઓએ બેગો ખોલી અને જોયું કે કેટલીક થેલીઓમાં નાના નળાકાર લાકડાના લોગ હતા જે દારૂના ન હતા.

ગત શુક્રવારે ગુજરાત ATS કંડલા પાસેથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું 

ઉલ્લેખનીય છે કે, કંડલા પોર્ટથી 15 કિ.મી દૂર 250 કિલો જેટલું હેરોઈન ઝડપાયું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2500 કરોડ રુપિયા જેટલી થાય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર  આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું.આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર DRIએ કાર્યવાહી કરી હતી.

 

 

Download Our B K News Today App



Related News