ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટરોએ સમાન વેતનધારા મુજબ વેતન અને ભથ્થા ચુકવવા માગ કરી, કલેકટર, DDO અને સાંસદને આવેદનપત્ર પાઠવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-01 13:01:01
  • Views : 303
  • Modified Date : 2021-07-01 13:01:01

     બનાસકાંઠામાં આજે ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટરોએ સમાન વેતન ધારા મુજબ વેતન આપવા તેમજ અન્ય ભથ્થાઓ ચુકવવાની માંગ સાથે જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને સાંસદ ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વર્ષોથી શોષણનો ભોગ બનતા બોર ઓપરેટરોને સમાન વેતનમા આવરી લેવા માટે રજુઆત કરાઈ છે  બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટરો પણ હવે સરકાર સામે હવે બાંયો ચડાવી છે. વર્ષોથી નજીવા માનદ વેતન મા 24 કલાક કામ કરતાં બોર ઓપરેટરોને પણ સમાન વેતન માં આવરી લેવામાં આવે તેવી માંગ સાથે આજે ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટરોએ બનાસકાંઠા જિલ્લા કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી અને સાંસદ ને રૂબરૂ મળી આવેદનપત્ર આપી તેમની રજૂઆત કરી હતી. ઓપરેટરોની માંગ છે કે ગુજરાતના તમામ ઓપરેટરોને સમાન વેતનમાં આવરી લેવામાં આવે.  સરહદી અને અંતરિયાળ ગામડાઓમાં જઈને પણ ઓપરેટરો સામાન્ય સ્થિતિ હોય કે પછી કોરોના જેવી મહામારી,  ઉનાળાનો ધોમધખતો તાપ હોય કે શિયાળની કડકડતી ઠંડી હોય, ચોમાસામાં વરસતો વરસાદ કે કોઈપણ ઋતુ કે પરિસ્થિતિમાં પણ ઓપરેટરો  24 કલાક ફરજ બજાવતા હોય છે તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓને પંદરસો રૂપિયા જેટલું સામાન્ય માનવી વેતન આપવામાં આવે છે ત્યારે ગુજરાતના તમામ ઓપરેટરોનું શોષણ થતું અટકાવે અને તેઓને સમાન વેતન ધારા મુજબ લઘુતમ વેતન આપવામાં આવે તેવી માંગ સાથે આજે તમામ ઓપરેટરો એ રજૂઆત કરી છે.

Download Our B K News Today App



Related News