ગુજરાત સરકાર ભલે કહે પણ 4 શહેરોના વાલીઓની બાળકોને સ્કૂલે મોકલવાની ચોખ્ખી ના, કહ્યું-ડેથ સર્ટિફિકેટ લેવા માટે સ્કૂલે નહીં મોકલીએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 16:43:02
  • Views : 307
  • Modified Date : 2020-11-11 16:43:02

           કોરોના મહામારીને કારણે 8 મહિનાથી બંધ સ્કૂલો દિવાળી પછી ખોલવામાં આવશે. રાજ્યમાં ધોરણ 9થી 12ના વર્ગો 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. જો કે રાજ્ય સરકાર અને સ્કૂલ સંચાલકોએ બાળકોને સંક્રમણ લાગે તો તેની જવાબદારી વાલીઓ પર નાંખી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે દરેક વાલીએ સ્કૂલોને સંમતિ પત્ર આપવું પડશે કે મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું.જેને પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે DivyaBhaskarએ રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વાલીઓ સાથે વાતચીત કરીને એક ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાની સ્પષ્ટ ના પાડી છે અને જવાબદારી કોણ લેશે તેને લઈ અનેક સવાલો ઉઠાવ્યા છે.અમદાવાદના વાલીઓનું કહેવું છે કે બાળકોને સ્કૂલે મોકલીએ અને કંઈ થાય તો જવાબદારી કોણ લેશે? જ્યાં સુધી વેક્સિન નહિ આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવા માટે તેઓ તૈયાર નથી.ધોરણ. 10માં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીના માતા જક્ષાબેન દીક્ષિતે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સરકારે જે આ નિર્ણય લીધો છે. એ અયોગ્ય છે. મારા પરિવારે નક્કી કર્યું છે કે જ્યાં સુધી કોરોનાની વેક્સિન નહિ આવે ત્યાં સુધી તેને સ્કૂલે નહિ મોકલીએ. સ્કૂલમાં તો 3000થી 4000 બાળકો હોય છે અમારે માટે બાળકનો જીવ મહત્વનો છે. વેક્સિન આવે અને પાર્લામેન્ટ ચાલુ થશે પછી અમે બાળકને સ્કૂલે મોકલવાનું વિચારીશુંધોરણ. 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના માતા વૈદેહી શાહે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા બાળકનું એક વર્ષ બગડશે તો ચાલશે. પણ અમારે બાળકોને શાળાએ નથી મોકલવા. જો બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી કોણ લેશે? જેથી હું મારા બાળકને સ્કૂલે નહિ મોકલું.આ અંગે સુરત શહેરમાં વાલીઓમાં વિરોધનો સૂર જોવા મળે છે. વાલીઓ કહી રહ્યા છે કે, પરિપત્ર અધૂરો છે. અમે અમારા બાળકોને ડેથ સર્ટી લેવા માટે સ્કૂલે મોકલવા માંગતા નથી. ઉમેશ પંચાલ (વાલી)એ જણાવ્યું હતું કે ગાઈડ લાઇન અધૂરી છે. વાલીઓને કેમ માત્ર જવાબદાર ગણવામાં આવ્યા છે. સરકાર અને સંચાલકોએ પણ બાળકોની જવાબદારી લેવી જોઈએ, વાલીઓ પાસે લેખિતમાં માંગવામાં આવેલી બાંહેધરી એ મુદ્દો રદ્દ કરવો જોઈએ. તમામ વાલીઓ વિરોધ કરી રહ્યા છે. મેડિકલ એસોસિએશને પણ બાળકોને શાળાએ મોકલવાનું અસુરક્ષિત કહ્યું છે. અમે બાળકોને ડેથ સર્ટી માટે શાળાએ મોકલવામાં માંગતા નથી.


Download Our B K News Today App



Related News