કેબિનેટ બેઠક બાદ ગુજરાત સરકારનું મોટું એલાન! અધ્યાપકોના સૌથી મોટા પ્રશ્નનો આવશે ઉકેલ, જુઓ જીતુ વાઘાણીએ શું કહ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 13:01:27
  • Views : 267
  • Modified Date : 2022-04-27 13:01:27

કેબિનેટ બેઠક બાદ ગુજરાત સરકારનું મોટું એલાન! અધ્યાપકોના સૌથી મોટા પ્રશ્નનો આવશે ઉકેલ, જુઓ જીતુ વાઘાણીએ શું કહ્યું

 

મુખ્ચમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અધ્યાપક અલગ-અલગ મંડળના પડતર પ્રશ્નો પર ચર્ચાઓ કરી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. 

 

1-1-2016 થી કોલેજ અધ્યાપકના સ્થગિત પ્રમોશ પુનઃ સ્થાપિત કરાશે.

આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મીટિંગમાં અધ્યાપકના અલગ અલગ મંડળોના પડતર પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. કે, 1-1-2016 થી કોલેજ અધ્યાપકના સ્થગિત પ્રમોશ પુનઃ સ્થાપિત કરાશે. આ સાથે 1-2-2019 ના ઠરાવની શરત 8 પણ દૂર કરવામાં આવી છે. તેમજ અધ્યાપકની સી.એસનો લાભ મળશે અને CCC+, હિન્દી, ગુજરાતી, પરીક્ષા દૂર કરાઈ છે. 

કોલેજના અધ્યાપકોને સાતમા પગાર પંચના લાભો તત્કાલિક અસરથી અપાશે

આ સાથે જીતુ વાધાણીએ ઉમેર્યું છે કે, કોલેજના અધ્યાપકોને સાતમા પગાર પંચના લાભો તત્કાલિક અસરથી અપાશે. તેમજ નિવૃત અધ્યપકના પેન્શનના લાભ આપશે. આ સાથે તેમણે જાહેરાત કરી છે કે, 1-1-2023 પછી CS હેઠળના પ્રમોશન મળવાપાત્ર હશે તેમણે પરીક્ષા પાસ કરવી પડશે. તેમજ CCC, ગુજરાતી, હિન્દી પરીક્ષાઓ પણ પાસ કરવાની રહેશે. અને જે કોલેજોમાં પ્રિન્સીપાલની જગ્યા ખાલી છે તેને પણ ભરાશે તેમજ અધ્યાપકોને સળંગ નોકરીનો ફાયદો મળશે. 

કેબિનેટ બેઠક પહેલા અલ્પેશ ઠાકોર અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક

આજે ગાંધીનગર ખાતે યોડજાયેલી કેબિનેટની બેઠક પહેલા અલ્પેશ ઠાકોર અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેને લઈને  મુખ્યમંત્રી નિયત સમય કરતા વહેલા કાર્યાલયે પહોંચ્યા હતાં. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી  તેમજ  ચૂંટણીલક્ષી આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી. 

 

 

Download Our B K News Today App



Related News