બાગાયતી પાકોમાં સહાય અંગે ગુજરાત સરકાર લઇ શકે છે મહત્વનો નિર્ણય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-26 16:15:53
  • Views : 114
  • Modified Date : 2023-06-26 16:15:53

બિપોરજોયની અસરને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થયું હતું.જેમાં સૌથી વધુ ખેતી પાકને નુકસાન થયું છે. વાવાઝોડાની અસરને લઈને તોફાની પવન ઉપરાંત ભારે વરસાદ ત્રાટકતા બાગાયતી પાકોનું ખેદાન મેદાન થયું હતું. ત્યારે હવે સરકાર બાગાયતી પાકોમાં સહાયના ધોરણ ઉપરાંત વધારાની સહાય અંગે નિર્ણય કરી શકે છે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.કચ્છ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બાગાયતી પાકમાં નુકસાની સંદર્ભે સર્વે પૂર્ણ કરવા સૂચના આપી દેવામાં આવી છે જેના ભાગરૂપે હાલ કૃષિ વિભાગની 342 થીમો દ્વારા સર્વેનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી કેબિનેટ બેઠકમાં બાગાયતી પાકોમાં થયેલ નુકસાની બાબતે સમીક્ષા કરવામાં આવશે. અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ અને સહાયની જાહેરાત કરવામાં આવી શકે છે.બિપોરજોય વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યો હતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો વધુ પ્રભવિત થયાં હતા. જેને લઈને ચાર દિવસ આગાઉ જ અસરગ્રસ્ત લોકો માટે સરકારે સહાયની જાહેરાત કરી હતી. વાવાઝોડાને કારણે ઘરબાર છોડીને ગયેલા લોકોને સરકાર કપડાં તથા ઘરવખરીના સહાય પેટે સાત હજાર ચૂકવવા તથા અન્ય સહાયની રકમની જાહેરાત કરી હતી.આ સહાયમાં કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકારે 7 હજાર રૂપિયા ચૂકવશે, તો સંપૂર્ણ નાશ થયેલા કાચા મકાનોમાં 1 લાખ 20 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15 હજારની સહાય ચુકવશે. આંશિક નુકસાન થયેલા કાચા મકાનોમાં 10 હજારની સહાય, સંપૂર્ણ નાશ થયેલા ઝુંપડા માટે 10 હજારની સહાય, ઘર સાથેના શેડ નુકસાન માટે 5 હજારની અપાશે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. 

 

Download Our B K News Today App



Related News