ગુજરાતમાં ગરમી વધતાં પારો ૩૫ સુધી પહોચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 12:21:16
  • Views : 371
  • Modified Date : 2020-03-03 12:21:16

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ હવે વધી રહ્યું છે.ત્યારે અમદાવાદમાં દિવસ દરમિયાન અને રાત્રી સમય દરમિયાન પંખા અને એસીનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમા આજે મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી અને લઘુતમ તપમાન ૧૭.૪ ડિગ્રી રહ્યુ હતુ. જેના કારણે લોકો બપોરના સમયે વધારે મુશ્કેલીમાં દેખાતા હોય છે. આમ હવે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી ઉપર પહોંચી ગયુ છે. ત્યારે આજે જે વિસ્તારોમાં તાપમાન ૩૫થી વધારે રહ્યુ હતુ તેમાં અમરેલીમાં ૩૫.૪, રાજકોટમાં ૩૫.૨ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું.આ સિવાય સુરેન્દ્રનગરમાં પણ મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી રહ્યુ હતુ. કેશોદમાં પારો ૩૫થી ઉપર રહ્યો હતો. કંડલા પોર્ટ ખાતે પારો વધારે રહ્યો હતો. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી ત્રણ દિવસ  લઘુતમ અને મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થનાર નથી. આમ બેવડી સિઝનનો અનુભવ અમદાવાદ શહેરના લોકો કરી રહ્યા છે જેથી નાના બાળકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના શિકાર થઇ રહ્યા છે. ત્યારે નિષ્ણાત તબીબોના કહેવા મુજબ બહારની વસ્તુઓને ટાળવાની જરૂર છે. સાથેસાથે ગરમ ચીજોનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. આમ વધુપડતી ગરમીમાં જુદાજુદા ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થતો .હોય છે.જેમાં પેટના દુખાવાની ફરિયાદ મોટાભાગના લોકો કરી રહ્યા છે. આના માટે ફુડ પોઇઝિંનિંગની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી ૪૮ કલાક દરમિયાન કોઇ ફેરફાર થાય તેવી શક્યતા દેખાતી નથી .પરંતુ આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સુધી જશે. જ્યારે લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે.આમ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં વર્તમાન સમયમાં ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે.

Download Our B K News Today App



Related News