ગુજરાતનો પ્રથમ સિડની જેવો બૉ સ્ટ્રિંગ બ્રિજ વરાછાની શાન વધારશે, 60 % કામ પૂરું થતાં 2020 સુધીમાં બનીને તૈયાર થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 13:35:49
  • Views : 394
  • Modified Date : 2019-11-02 13:35:49

ઔદ્યોગિક નગરી સુરત શહેરમાં પાલિકાએ બનાવેલા 114થી વધુ બ્રિજના લીધે શહેરને ‘બ્રિજ સિટી’ના હુલામણા નામથી પણ ઓળખાય છે. પાલિકાની આ સિદ્ધિ દેશભરમાં વખણાઇ રહી છે ત્યારે હવે પાલિકા લંડન અને સિડનીમાં બનેલાં બૉ સ્ટ્રીન્ગ ગર્ડર એટલે ધનુષ આકારનો બ્રિજ વરાછા મેઇન રોડ ઉપર બનાવવા જઇ રહી છે. એપ્રિલ-18માં મોટા વરાછાથી કલાકુંજ ખાડી કાપોદ્રા વિસ્તારને જોડતાં રિવર કમ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય શરું થયું હતું. જેનું 60 ટકા સિવિલ વર્ક પૂર્ણ થયું છે ત્યારે સંભવત: આ વિક્રમ સંવત વર્ષમાં જ ગુજરાતમાં સૌપ્રથમ ધનુષ આકારનો બ્રિજ શહેરના વિકાસની ઓળખને વિદેશ ફલક ઉપર પણ લઇ જશે. 167 કરોડના ખર્ચે બની રહેલો બ્રિજ મોટા વરાછાના સુદામા ચોક નજીકથી ચઢતા લોકાર્પણ સાથે જ વરાછાના વિકાસને પણ વેગ આપશે.નદીના કાંઠે ઉદ્યોગ અને રહેણાક માટે સેતુ શહેરને ડાયમંડ કિંગ બનાવનાર વરાછામાં નદીના ડાબા કાંઠા પર વસેલી માનવ વસતી અને હીરા ઉદ્યોગ, વણાટ તથા એમ્બ્રોયડરી ઉદ્યોગનો ફેલાવો નોંધપાત્ર છે. તેની સામે એટલે નદીના જમણા કાંઠે મોટા વરાછા-ઉત્રાણની ગીચ વસતીની સાથે આશરે 15 લાખની વસતી ધરાવતા વરાછા ઝોનમાં ધંધા-રોજગારની વિપુલ તકો માટે નદીના સુદામા ચોક તાપી કાંઠાને કાપોદ્રા કલાકુંજથી જોડવાનો અભિગમ પાલિકાએ હાથ પર લીધો હતો. 24મી જૂન-2016થી આ છેડાંને જોડતાં બ્રિજના નિર્માણની સાથે એપ્રિલ-18માં મોટા વરાછાના સુદામા ચોક નજીકના તાપી કાંઠેથી રિવર કમ ફલાય ઓવરબ્રિજનાં નિર્માણની શરૂઆત કરાઇ હતી.વરાછા મેઇન રોડની ઓળખ બનશે. 2.5 કીલો મીટરના રિવર કમ ફલાય ઓવર બ્રિજ સુરત-કામરેજને જોડતાં એટલે વરાછા મેઇન રોડ ઉપરથી પસાર થશે. આ માર્ગ હાઇવેથી કનેક્ટિવ હોવાની સાથે શહેરમાં રાજ્ય અને બહારથી આવતા મહેમાનોની અવર-જવર રહેતી હોવાથી બ્રિજના આ સ્પાનને વિદેશમાં બનતાં ડેકોરેટિવ બ્રિજની જેમ બનાવવાનું નક્કી કરાયું છે. ગુજરાતમાં સૌ પ્રથમ ધનુષ આકારનો સ્પાન વરાછા મેઇન રોડની ઓળખમાં ચાર ચાંદ લગાવી દેશે.બસ, કાર અને મેટ્રોનું પરિવહન ધનુષ આકારની વિશેષ ડિઝાઇનના લીધે શહેરમાં આયોજિત સરથાણાથી ડ્રીમ સિટીનો મેટ્રો રેલ પ્રોજેક્ટ પણ આ બ્રિજની સમાંતર રાખવાનું આયોજન કરાયું છે. વિદેશોમાં જોવા મળતાં ધનુષ આકારના બ્રિજના લુકને વધુ આકર્ષક બનાવવા કલાકુંજ સોસાયટી તરફના બ્રિજ છેડા ઉપરથી મેટ્રો રેલ કોરિડોર પસાર કરવામાં આવશે. એટલે વરાછા માટે મહત્વપુર્ણ આ બ્રિજનો કલાકુંજ પોઇન્ટ ત્રિસ્તરીય પરિવહન વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડશે.વરાછા ખાડી સુધી રિવર બ્રિજ મોટા વરાછા-ઉત્રાણ ટીપી સ્કીમ નં-24ના ફાઇનલ પ્લોટ નં-73એને લાગુ માર્ગ પરથી શરૂ કરી નાના વરાછા-કાપોદ્રા ટીપી સ્કીમ નં-20માંથી પસાર થતી વરાછા ખાડી સુધી રિવર બ્રિજનું બનશે. તેવી જ રીતે આ બ્રિજને વરાછા મેઇન રોડ સુધી લંબાવી કલાકુંજ નજીકની ખાડી તથા શ્રી રામ નગર નજીકની ખાડીના બન્ને કાંઠાને જોડતો ફલાય ઓવરબ્રિજનુ નિર્માણ થશે.શહેર માટે નવલું નજરાણું ધનુષ આકારના સ્પાન સાથેનો બ્રિજ શહેર માટે નવલું નજરાણું બની રહેશે. આ બ્રિજની અસ્તિત્વની સાથે જ સવજી કોરાટ અને કાપોદ્રા બ્રિજ ઉપર સર્જાતો ટ્રાફિક જામ નહિવત્ બની જશે. ડાયમંડ ફેકટરીઓથી ઘેરાયેલા વરાછામાં આ વિકાસ પ્રોજેક્ટ ઝળકી ઉઠશે. - અક્ષય પંડ્યા, કાર્યપાલક ઇજનેર, પાલિકા

Download Our B K News Today App



Related News