આજે વડાપ્રધાન મોદીનું થશે ગુજરાતમાં આગમન,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-19 16:08:50
  • Views : 334
  • Modified Date : 2022-11-19 16:08:50

 

2022ના સત્તાના સંગ્રામ માટે આવતીકાલે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી રાજકોટના ધોરાજીમાં જંગી સભા ગજવશે. ત્યારે વડાપ્રધાનની સભામાં જનમેદની ભેગી કરવા ભાજપે શહેરના અનેક વિસ્તારોમાં ખાટલા અને ગ્રુપ બેઠકો યોજી હતી. ચૂંટણી પ્રચારના માધ્યમથી લોકોને સભામાં આવવા માટે પત્રિકાનું વિતરણ કર્યું હતું. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા અને સ્થાનિક ભાજપના આગેવાન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ચૂંટણીના પ્રચારમાં જોડાયા હતા. બીજી તરફ મોદીની સભાને લઈ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાશે, તેના માટે એક લાખ લોકો માટે બેઠક સહિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં  PM મોદીની સુરક્ષા માટે IG, SP, SPG સહિત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો  છે.


Download Our B K News Today App



Related News