ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં પ્રયાસ ફાઉન્ડેશન અને ઓફિસર્સ કલબ પાટણ દ્વારા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:28:43
  • Views : 410
  • Modified Date : 2019-05-02 11:28:43

પાટણ શહેરની ઠક્કરબાપા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને બુધવારના રોજ ગુજરાતના સ્થાપના દિવસ ની ઉજવણીના ઉપક્રમે પ્રયાસ ફાઉન્ડેશન અને ઓફિસર્સ ક્લબ પાટણના સંયુક્ત ઉપક્રમે ચપ્પલ તેમજ ચકલીઓનાં માળાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.ગુજરાતના સ્થાપના દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં પાટણ શહેરની સ્લમ વિસ્તારમાં આવેલી ઠક્કરબાપા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઉનાળાની બળબળતી ગરમીમાં પગમાં પહેરવા માટેના ચપ્પલ વિતરણ તેમજ અબોલ ચકલીઓ માટેના માળાઓના વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રાંત અધિકારી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી એ પ્રયાસ ફાઉન્ડેશન અને ઓફિસર્સ કલબ પાટણની સેવાકીય પ્રવૃતિને સરાહનીય લેખાવી હતી.ઠક્કરબાપા પ્રાથમિક શાળા ખાતે આયોજિત કરાયેલા આ સેવાકીય પ્રોજેક્ટને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત સ્ટાફ પરિવાર અને પ્રયાસ ફાઉન્ડેશનના તેમજ ઓફિસર્સ ક્લબ પાટણના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.


Download Our B K News Today App



Related News