રાજસ્થાનીઓના હાથમાં ગુજરાત કોંગ્રેસની કમાન: રઘુ શર્મા પ્રભારી, પ્રચારમાં ગેહલોત બાદ પાયલટની પણ એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-30 13:40:23
  • Views : 209
  • Modified Date : 2022-10-30 13:40:23

 

કોંગ્રેસ હાઈકમાન્ડે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટને ગુજરાત ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી સોંપી છે. સચિન પાયલોટ ગેહલોતના ગુજરાત પ્રવાસ પરથી પરત ફરતાની સાથે જ 31 ઓક્ટોબરે ગુજરાતના ચૂંટણી પ્રવાસ પર નીકળી પડશે. જણાવી દઈએ કે પાયલોટ ગુજરાતમાં એક પછી એક એમ કુલ 4 જાહેર સભાનું સંબોધન કરશે અને આ પછી તેઓ પરિવર્તન સંકલ્પ યાત્રાને પણ લીલી ઝંડી  બતાવીને રવાના કરશે. કાર્યક્રમ અનુસાર સચિન પાયલોટ 31 ઓક્ટોબરે ખેડાના ફગવાલમાં સવારે 10:30 વાગ્યે પ્રથમ જાહેર સભાને સંબોધશે અને આ પછી પરિવર્તન સંકલ્પ યાત્રાને લીલી ઝંડી બતાવી  રવાના કરશે. આ પછી રાજકોટના વીરપુરમાં 11:30 વાગ્યે તેમનું સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ત્યાંથી પાયલોટ ગુજરાતના મહી સાગર જિલ્લાના લોનાવાલા ખાતે 12:15 વાગ્યે અને જાહેર સભાને સંબોધશે. સચિન પાયલટની ચોથી અને છેલ્લી જાહેર સભા દાહોદમાં સાંજે 4:15 વાગ્યે યોજાશે.

 

31 ઓક્ટોબરે સીએમ રાજસ્થાન પરત ફરશે
જણાવી દઈએ કે કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલટને હિમાચલ ચૂંટણીના નિરીક્ષક બનાવ્યા છે પણ પાર્ટી હવે સચિન પાયલટનો ગુજરાતની ચૂંટણીમાં પણ ઉપયોગ કરશે. સાથે જ સીએમ ગેહલોત 28 થી 31 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની 4 દિવસની મુલાકાત દરમિયાન વરિષ્ઠ નિરીક્ષક તરીકે અહિયાં 6 જાહેર સભાઓનું સંબોધશન કરશે અને બનાસકાંઠામાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં હાજરી આપ્યા પછી સીએમ ગેહલોત 31મી ઓક્ટોબરે જયપુર પરત ફરશે. 

 

કોંગ્રેસની ગુજરાત ચૂંટણીની કમાન રાજસ્થાનીઓના હાથમાં 
જણાવી દઈએ કે સીએમ ગેહલોત હાલમાં ગુજરાતમાં કોંગ્રેસનું જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત ચૂંટણીમાં સીએમ અશોક ગેહલોતને વરિષ્ઠ નિરીક્ષક બનાવ્યા છે. કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત ચૂંટણીમાં સીએમ ગેહલોત અને સચિન પાયલટને મેદાનમાં ઉતારીને સાફ સંકેત આપ્યો છે કે ગુજરાતની ચૂંટણી તેમના માટે મહત્વપૂર્ણ છે. એક રીતે જોવા જઈએ તો ગુજરાતની ચૂંટણીની કમાન રાજસ્થાનના નેતાઓના હાથમાં રાખી છે. જણાવી દઈએ કે સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટની સાથે સાથે એમને ગેહલોતના બીજા મંત્રીઓને પણ ગુજરાત  ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સીએમ અશોક ગેહલોતના કહેવા પર રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે ગુજરાતની ચૂંટણીમાં ભાજપે પણ રાજસ્થાનના નેતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ગુજરાત ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ અને કૈલાશ ચૌધરી સહિત લગભગ 108 બીજેપી નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 

Download Our B K News Today App



Related News