ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-16 11:31:18
  • Views : 279
  • Modified Date : 2021-05-16 11:31:18

    ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવનું આજે નિધન થયું છે. થોડા સમય પહેલા કોરોના સંક્રમિત થતા તેઓને દાખલ કરાયા હતા.છેલ્લા કેટલાય સમયથી તેમની તબિયત લથડી હતી. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તેઓને 23 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ થયાના બે દિવસ બાદ કોમ્પલિકેશનના કારણે તેમને આઈસીયુમાં ખસેડાયા હતા. ત્યારે આજે તેમનું નિધન થયું છે. રાજીવ સાતવના નિધનથી કોંગ્રેસમાં શોકનો માહોલ ફેલાયો છે. તેમજ અનેક રાજકીય નેતાઓએ ટ્વીટ કરીને રાજીવ સાતવને શ્રદ્ધાંજલિ અર્પી હતી.


Download Our B K News Today App



Related News