ગુજરાતને પણ મળી શકે છે મફત વીજળી, હું આપીશ નિવારણ, હવે દર અઠવાડિયે ગુજરાત આવીશ: AAP સંયોજક કેજરીવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-04 14:00:35
  • Views : 290
  • Modified Date : 2022-07-04 14:00:35


આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે. જેમાં મુદ્દો છે કે, જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે તો ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી ? વીજળી મુદ્દે પણ અરવિંદ કેજરીવાલ  સાથે વીજળી સંવાદ શરુ થઈ ગયો છે.અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જનતાએ જએ લોકોને ચૂંટયા તે લોકો જલસા કરી રહ્યા છે. તેમનું વીજળી બિલ ઝીરો આવે છે. જ્યારે સામાન્ય જનતાને હજારો રૂપિયાનું વીજળી બિલ આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ સસ્તી વીજળી મુદ્દે અરવિંદ કેજરીવાલ સાથે વીજળી સંવાદ ચલી રહ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું હવે દર અઠવાડિયે ગુજરાત આવીશ. ખેડૂતોને રાત્રે વીજળી મુદ્દે શું કહ્યું કેજરીવાલે


ફ્રી વીજળી આંદોલનમાં સંબોધન દરમ્યાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ખેડૂતોને રાત્રે વીજળી મળે છે. તો મને કહો રાત્રે વીજળી શું કામ આપતા હશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, મંત્રીઑને પણ રાત્રે વીજળી આપી કામ કરાવવું જોઈએ .


સસ્તી વીજળી મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ


અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ ખાતે પણ ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે  ચર્ચા ચાલી રહી છે. આ સાથે આદિવાસી સમાજની સમસ્યા અને ખેડૂતોની સમસ્યાઓ પર અરવિંદ કેજરીવાલ મહત્વની ચર્ચા કરી રહ્યા છે.  ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.'


 


Download Our B K News Today App



Related News