ગુજરાત ભાજપના મોરચાઓના પ્રદેશ પ્રમુખોના નામ જાહેર, પ્રદિપસિંહ વાઘેલા સહિતના પ્રદેશ મહામંત્રીઓને ઝોન ફાળવણી કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-02 16:59:42
  • Views : 367
  • Modified Date : 2021-04-02 16:59:42

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાનદાર વિજય મેળવ્યા બાદ હવે ગુજરાત ભાજપે પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોના નામ જાહેર કર્યા છે. પ્રદેશ મહામંત્રીઓની વાત કરીએ તો પ્રદિપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન, પ્રદેશ કાર્યાલય અને અમદાવાદ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ભાર્ગવ ભટ્ટને મધ્યઝોન તેમજ રજની પટેલને કચ્છ અને ઉત્તર ઝોનની અને વિનોદ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપી છે. તેમજ પ્રદેશ મીડિયા સહ કન્વીનર કિશોર મકવાણા હવેથી પ્રદેશના સહ પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવશે.

    આ પહેલા 12 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનોના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા. પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રદેશ ઉપપ્રમુખથી લઈ પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને પ્રદેશ મંત્રીઓના નામ જાહેર કર્યા હતા. જેમાં ડો.ભરત બોઘરા અને મહેન્દ્ર એસ.પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જ્યારે યમલ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી હતી.

    આ પહેલા 7 જાન્યુઆરીએ પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશ મંત્રી તથા એક ખજાનચી અને એક સહ ખજાનચીની નિમણૂંક કરાઇ હતી. આ સંગઠનમાં છ મહિલા નેતાઓને તક મળી છે. આ સંગઠન માળખામાં ભીખુભાઇ દલસાણીયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. તો ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા તથા મંત્રી પદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા.


Download Our B K News Today App



Related News