ગુજરાત ATSએ હૈદરાબાદના કોલપટ્ટરમાં બે લોકોની કરી પૂછપરછ, ચોંકાવનારા ખુલાસા થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 16:39:30
  • Views : 102
  • Modified Date : 2023-06-28 16:39:30

 ગુજરાત ATS ISKPના આતંકી મોડ્યુલના પર્દાફાશ બાદ હવે તેની સાથે સંકળાયેલા લોકોની ઓળખમાં લાગી છે. ATSની ટીમે હૈદરાબાદના લપટ્ટરમાં બે લોકોની પૂછપરછ કરી. ATSએ જે બે લોકોની પૂછપરછ કરી છે તે લોકો શંકાસ્પદ આતંકવાદીઓના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. ATSની ટીમે એક કેસમાં સાક્ષીનું નિવેદન નોંધી ફઝીઉલ્લા નામના શખ્સની પૂછપરછ કરી છે. ફઝીઉલ્લા નામનો શખ્સ કોલપટ્ટરમાં મેડિકલ શોપ ચલાવે છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ ATSએ ISKPના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરી સુમૈરા નામની મહિલા સહિત 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.

Download Our B K News Today App



Related News