ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-05 17:10:11
  • Views : 46
  • Modified Date : 2025-05-05 17:10:11

ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં છ કેન્દ્રોનું પરિણામ 100 ટકા આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લો 97.20 ટકા પરિણામ સાથે અગ્રેસર

સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લો 97.20 ટકા પરિણામ સાથે અગ્રેસર રહ્યો છે.સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું 87 ટકા આવ્યું છે.

 

ગુજસેટ 2025નું પરિણામ પણ જાહેર

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 4.23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 12 સાયન્સમાં એક લાખ અગિયાર હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત  ગુજસેટ( GUJCET) 2025નું પરિણામ પણ ધોરણ 12ના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News