પેટાચૂંટણીની તમામ 8 બેઠકો પર ભાજપ સરસાઈ, મોરબીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-10 11:57:01
  • Views : 659
  • Modified Date : 2020-11-10 11:57:01

             ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણી માટે મંગળવારે મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ થઇ છે. સૌથી પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. મોરબી, લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ છે. મોરબી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાનમથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે, જેને કારણે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ કહ્યું હતું કે દર વખતે એક મથક પર 1500 મતદારોનું ધોરણ હોય છે. આ વખતે કોવિડ ગાઇડલાઇન્સને કારણે એ રેશિયો 1 હજાર મતદારનો કરવામાં આવ્યો છે, જેથી ઇવીએમની સંખ્યા પણ વધી છે અને તે પ્રમાણે ટેબલ અને રાઉન્ડ પણ વધુ ગોઠવવામાં આવ્યા છે, જેને કારણે મતગણતરીમાં થોડો વિલંબ થાય તેવી શક્યતા છે.મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે, જેથી પરિણામ દોઢથી બે કલાક જેટલું વિલંબથી આવશે. ચિત્ર સ્પષ્ટ થતાં બપોરે 12થી 2 વાગે એવી પણ શક્યતા છે.ચૂંટણીપંચ દ્વારા હાલ 8 મતગણતરી કેન્દ્રો પર સ્ટ્રોંગ રૂમમાં થ્રી લેયર સલામતી વ્યવસ્થા વચ્ચે ઇવીએમ મશીન રાખવામાં આવ્યાં છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. 8 કેન્દ્ર પર 25 ખંડમાં 97 ટેબલ પર ગણતરી કરવામાં આવશે. કુલ 320 કર્મચારી દ્વારા મતગણતરી કરવામાં આવશે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, જે લગભગ અડધો કલાક ચાલશે. ત્યાર બાદ ઇવીએમની ગણતરી કરાશે અને એ પછી વીવીપેટની સ્લીપોની રેન્ડમ ગણતરી થશે. મતગણતરી કેન્દ્ર પર પ્રવેશનાર ઉમેદવાર, તેમના એજન્ટ, સ્ટાફ સહિત તમામનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News