ગુજરાતમાં 52માંથી 51 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ જ્યારે એક રિપોર્ટ આવવાનો બાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 10:46:09
  • Views : 368
  • Modified Date : 2020-03-11 10:46:09

ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓ નોંધાયા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં આ મામલે સતર્કતા વર્તવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 52 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 51ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનો રિપોર્ટ આવવાનો બાકી છે. બીજીતરફ દેશમાં આજે કોરોના વાઇરસના 4 નવા દર્દી નોંધાયા છે.આમ સમગ્ર  વિશ્વમાં અત્યારસુધીમાં કોરોના વાઇરસના કારણે 3800થી વધુ લોકોના મોત થયા છે. તેવા સમયે દેશના ગૃહમંત્રાલય દ્વારા લોકોને એસ એમ એસ  દ્વારા અપીલ કરવામાં આવી છે કે ચીન, જાપાન, ઇરાક, કોરિયા, ઇટાલી અને ઇરાનનો પ્રવાસ ન કરે.

Download Our B K News Today App



Related News