ગુજરાતના 204 ડેમોમાંથી 114 છલકાયા, ગત વર્ષ કરતા 37% વધુ જળસંગ્રહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 18:22:25
  • Views : 422
  • Modified Date : 2019-09-30 18:22:25

આ વર્ષે ચોમાસું જળસંગ્રહ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતના કુલ 204 ડેમોમાં 114 ડેમો છલકાયા છે. જ્યારે 57 ડેમો 70થી 100 ટકા ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં હાલ કુલ સંગ્રહશક્તિના 98.43 ટકા ભરાયો છે. સરદાર સરોવર ડેમમાં હાલ 2,27,614 ક્યુસેક, ઉકાઈ ડેમમાં 1,09,485 ક્યુસેક, ભાદર-2 ડેમમાં 1,08,310 ક્યુસેક આવક થઈ રહી છે. તેમજ અન્ય 19 જળાશયોમાં 61,379થી 10,000 ક્યુસેક પાણીની આવક જ્યારે 70 ડેમમાં 9782થી 1000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.204 ડેમોમાં કુલ 92 ટકા જળસંગ્રહ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 65 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 97.86 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 98.20 ટકા, કચ્છના 20 ડેમમાં 76.87 ટકા તેમજ સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 90 ટકા આમ રાજયમાં કુલ 204 જળાશયોમાં 92.35 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 30 સપ્ટેમ્બરની સ્થિતિ માત્ર 54.99 ટકા પાણીનો જથ્થો સંગહાયેલો હતો.

Download Our B K News Today App



Related News