ડીસા માર્કેટયાર્ડ ખાતે ઈ-શ્રમ કાર્ડ અંગે માર્ગદર્શન અપાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:46:49
  • Views : 262
  • Modified Date : 2021-10-22 11:46:49

સરકાર દ્વારા બાંધકામ, ખેતી, મનરેગા, માછીમારી, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકર, ફેરિયાઓ, ઘરેલું કામદાર, રિક્ષા ડ્રાઇવર, દૂધ મંડળીના સભ્યો જેવા અન્ય અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે સરકાર દ્વારા ઈ-શ્રમ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેથી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા  ઈ-શ્રમ યોજના અંતર્ગત લાભાર્થી ને આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાની કિસ્સામાં એક વર્ષ માટે રૂપિયા બે લાખ અને આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂપિયા એક લાખની સહાય નો લાભ મળવાપાત્ર છે. આથી ડીસા માર્કેટયાર્ડ માં કામ કરતા શ્રમિકો પણ આ યોજનામાં જોડાય તે માટે  મદદનીશ સરકારી શ્રમ અધિકારી આર.કે.પટેલના અધ્યક્ષ સ્થાને માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ  ઈ-શ્રમ કાર્ડ ની જાણકારી તેમજ તેના લાભ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી સેક્રેટરી એ.એન.જોષી સહિત સ્ટાફ મિત્રોએ સહયોગ પુરો પાડ્યો હતો. જયારે શિબિર નું સંચાલન હસમુખભાઈ બારોટ એ કર્યું હતું. આ પ્રસંગે ઈન્સપેકટર દિનેશભાઈ ત્રિવેદી, સુમિત મેવાડા, દિનેશ રાણા સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

 

Download Our B K News Today App



Related News