ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે દાંતના ડૉક્ટરો દ્વારા માર્ગદર્શન અને નિદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-07 11:34:43
  • Views : 239
  • Modified Date : 2022-03-07 11:34:43

ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે દાંતના ડૉક્ટરો દ્વારા માર્ગદર્શન અને નિદાન કેમ્પ યોજાયો

 

ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે નરસિંહભાઇ પટેલ ડેન્ટલ કોલેજના સંયુક્ત ઉપક્રમે દાંતનો માર્ગદર્શન અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પમાં વિદ્યાર્થીઓએ દાંતની સફાઈ કઈ રીતે રાખવી દાંતની સાચવણી કઈ રીતે રાખવી તેના પર નરસિંહભાઇ પટેલ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું આ કેમ્પમાં ડીસા આદર્શ હાઈસ્કૂલના 400 કરતાં પણ વધારે વિદ્યાર્થી અને સ્ટાફ મિત્રોને દાંતની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આદર્શ હાઇસ્કુલના પ્રિન્સિપાલ ખેતી રાજપૂત દ્વારા તમામ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં રોટરી ક્લબના ડાયનેમિક પ્રમુખ દ્વારા કેમ્પનો ઉદ્દેશ્ય સમજાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં ગોપાલભાઈ જોશી દ્વારા ડેન્ટલ કોલેજ વિસનગર ની ટીમ અને આદર્શ હાઇસ્કુલ નો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન હરેશભાઈ સાહેબ ચિરાગભાઈ પંચાલ વિસનગર ડેન્ટલ કોલેજના ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ સુંદર સહયોગ આપ્યો હતો

Download Our B K News Today App



Related News