GTU ખાતે આગામી 13-14 ફેબ્રુઆરીએ મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 12:43:30
  • Views : 333
  • Modified Date : 2020-02-12 12:43:30

જીટીયુમાં 13 અને 14 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે. જેમાં 150થી વધુ કંપનીઓ 5200થી વધુ પોસ્ટ પર ભરતીની કાર્યવાહી કરવામાં આવશે. આમ જીટીયુ સાથે સંકળાયેલી કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પણ આ મેગા પ્લેસમેન્ટમાં ભાગ લઈ શકશે.આમ શૈક્ષણિક વર્ષ-2020ના પ્લેસમેન્ટ કેમ્પમાં 5 હજારથી વધુ જુદી-જુદી જગ્યાઓ માટે 150 કંપનીઓ આવશે. જેમાં 13મીએ 1847 ટેક્નિકલ, 14મીએ 3365 નોન ટેક્નિકલ જગ્યાઓ માટે ભરતી કરાશે. 3 હજારથી પણ વધુ વિદ્યાર્થીએ આ પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને આ પ્લેસમેન્ટમાં ભાગ લઈ શકશે.


Download Our B K News Today App



Related News