પાલનપુરમાં માધવીના કાર્યાલયમાં જીએસટીની ટીમનું સર્ચ ઓપરેશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 10:49:07
  • Views : 703
  • Modified Date : 2019-09-22 10:49:07

પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક શહેરોમાં મીઠાઇ, ઠંડા પીણા સહિતની પ્રોડકટનું મોટા પ્રમાણમાં વેચાણ કરતી માધવી કંપનીના
પાલનપુર સ્થિત કાર્યાલય તેમજ માલિકના રહેણાંક મકાનમાં શનિવારે ગાંધીનગર અને
પાલનપુર જી. એસ. ટી.ની ટીમોએ સંયુકત ઓપરેશન હાથ ધરતાં અન્ય વેપારીઓમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ભારે મંદીના માહોલમાં જી.એસ.ટી.ની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં વેપારીઓમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. જ્યાં જિલ્લા મથક પાલનપુર ખાતે શનિવારે ગાંધીનગર અને પાલનપુરની સંયુકત ટીમ દ્વારા માધવીના મુખ્ય કાર્યાલય તેમજ તેના માલિકના ઘરે ઓચિંતુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. સવારના સુમારે બે વાહનો ગઠામણ દરવાજા સ્થિત માધવીના મુખ્ય કાર્યાલય તેમજ માલિકના રહેણાંક મકાન આગળ આવી ઉભા રહી ગયા હતા. જેમાંથી ઉતરેલા અધિકારીઓ સીધા જ ઓફિસમાં દોડી ગયા હતા અને ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીના પગલે માધવીના માલિક સહિત કર્મચારીઓમાં ભારે દોડભાગ મચી જવા પામી હતી. જ્યાં
બપોર સુધી તપાસ કાર્યવાહી ચાલી હતી. ઉલ્લેખનીય છેકે,
પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક શહેરોમાં મીઠાઇ, ઠંડા પીણા સહિતની પ્રોડકટનું મોટા પ્રમાણમાં વેચાણ કરતી માધવી કંપનીના
પાલનપુર સ્થિત કાર્યાલય તેમજ માલિકના રહેણાંક મકાનમાં જીએસટીના સર્ચ ઓપરેશને શહેરભરમાં ભારે ઉત્તેજના જગાવી હતી. બીજી તરફ શહેરમાં જીએસટીના દરોડા
પડ્‌યા હોવાની જાણ થતાં અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. જે પૈકી કેટલાંક મોટા વેપારીઓ પોતાની દુકાનના શટર પાડી ભૂર્ગભમાં ઉતરી ગયા હતા.

Download Our B K News Today App



Related News