ગુજરાતની 41 પેઢીઓ પર GSTના દરોડા, 62 કરોડના બોગસ વ્યવહાર ઝડપાયા, જામનગરની વૈભવ ઈન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 11:14:53
  • Views : 221
  • Modified Date : 2022-07-07 11:14:53


ગુજરાતની 41 પેઢીઓ પર GSTના દરોડા, 62 કરોડના બોગસ વ્યવહાર ઝડપાયા, જામનગરની વૈભવ ઈન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ


 


રાજ્ય (Gujarat) માં એકવાર ફરી સ્ટેટ જીએસટી વિભાગની ટીમ સક્રિય થઇ છે. બોગસ બિલિંગ બનાવીને ખોટી રીતે વેરા શાખ લઈને લાખો - કરોડોની કરચોરી કરતી સૌરાષ્ટ્રની 21 સહિત રાજ્યની કુલ 41 પેઢીઓ પર સ્ટેટ GSTની ટીમે દરોડા પાડ્યા છે.


GST વિભાગે રૂ. 62.78 કરોડના બોગસ વ્યવહારો ઝડપ્યા


ગઇકાલ સાંજથી જ રાજ્યમાં GST વિભાગે શરૂ કરેલી કાર્યવાહી રાત્રિના મોડેક સુધી ચાલુ રહી હતી. આ કાર્યવાહી દરમિયાન કરોડોની કરચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. GST વિભાગે રૂપિયા 62.78 કરોડના બોગસ વ્યવહારો ઝડપ્યા છે.


રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં જુદા-જુદા વેપાર-ઉધોગની પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, રાજકોટમાં છ પેઢી પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે જામનગરમાંથી વૈભવ ઇન્ડસ્ટ્રીઝમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


વૈભવ ઇન્ડસ્ટ્રીઝે 19 બોગસ પેઢીઓ સાથે કરોડોના સોદા કર્યા


દરમ્યાન એવું જાણવા મળ્યું છે કે, વૈભવ ઇન્ડસ્ટ્રીઝે 19 બોગસ પેઢીઓ સાથે કરોડોના સોદા કર્યા હતા. ત્યારે વૈભવ ઇન્ડસ્ટ્રીઝના બોગસ વ્યવહારોના કારણે તેના માલિકની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગ અનેક વાર કાર્યવાહી કરતું હોવા છતાં બોગસ બિલિંગ થકી કરચોરીનું પ્રમાણ વધી રહ્યું છે.


 


Download Our B K News Today App



Related News