GSPCની સાઇટ હેક કરી ફાર્માનું સર્ટિ. બનાવતી ગેંગના 4 ઝડપાયા, અનેક બોગસ લોકોને રજિસ્ટર કર્યાની આશંકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 12:32:05
  • Views : 325
  • Modified Date : 2020-10-01 12:32:05

   ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની વેબસાઇટ હેક કરી બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન કરી બોગસ લોકો ને સાચા ફાર્મસી ગ્રેજ્યુએટ તરીકે રજિસ્ટર કરવાના કોભાંડમાં સાઇબર ક્રાઈમની ટીમે મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.

ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના રજિસ્ટ્રાર જસુ ચૌધરીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈએ શાહ મિત્સુ (રહે.છોટા ઉદેપુર)ના નામનું બોગસ ફાર્માસિસ્ટનું નકલી સર્ટિફિકેટ બનાવી કાઉન્સિલની વેબ સાઈટ હેક કરીને ડેટા સાથે ચેડાં કરીને બોગસ લોકોનું ફાર્મસી ગ્રેજ્યુએટ તરીકે રજિસ્ટ્રેશન કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે.

સાઇબર ક્રાઇમે તપાસ કરતા વડોદરામાં ટ્યુશન ક્લાસ ચલાવતા જયમીનકુમાર પંડ્યા (રહે. વડોદરા) આરોપી હોવાથી તેની ધરપકડ કરાઈ હતી. જયમીનની સાથે સંકળાયેલ તેના સાથીદારોમાં ટ્યુશન ક્લાસ ચલાવતા વિરલ જયસ્વાલ (રહે. વડોદરા) તથા મનોજ ઉર્ફ પિન્કુ મુન્ના લાલ ચૌહાણ (રહે. વડોદરા) અને મૃગાંક ઉફેઁ પોલીસ સુધીર કુમાર ચતુર્વેદી (રહે. ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી હતી. જે ગુજરાતમાં નકલી માર્કશીટ વેબસાઇટ પર અપલોડ કરવાની કામ કરતો હતો. પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચર્યું
જયેશ અને વિરલ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ તેમને બોગસ માર્કશીટ આપવાની કામગીરી કરતા હતા. આ લોકો પાસેથી મનોજ ઉફેઁ પીન્કુ ચૌહાણ પૈસા લઈ નકલી માર્કશીટ બનાવી આપતો હતો. વેબસાઇટ પર ચડાવવા નું કામ મૃગાંક ઉફેઁ પોલીસ ચતુર્વેદી કરતો હતો.

અનેક સાઇટ્સ પણ હેક કર્યાની આશંકા
પોલીસ સૂત્રોના અનુસાર, મુખ્ય આરોપી મૃગાંક ચતુર્વેદીની પૂછપરછમાં તેણે દેશની સંખ્યાબંધ યુનિવર્સિટીની વેબસાઈટ હેક કરી બોગસ માર્કશીટ ધરાવતા લોકોનાં નામ બારોબાર રજિસ્ટર કરી દેવાની પ્રવૃત્તિ કરી છે.

Download Our B K News Today App



Related News