ડીસામાં હેલિકોપ્ટરથી જાન લઈને આવેલો વરરાજા ઠગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-03 21:13:04
  • Views : 405
  • Modified Date : 2021-12-03 21:13:04

તાજેતરમાં ડીસા ખાતે એક ખાનગી પાર્ટી પ્લોટમાં પોતાના લગ્નમાં હેલિકોપ્ટર લઈને આવેલો વરરાજા ઠગ હોવાનું સામે આવ્યું છે.. સુરેન્દ્ર રાઠોડ નામના આ શખ્સે રાજસ્થાનના બાંસવાડા ગામના એક શખ્સ પાસેથી હોટલ લીઝ પર અપાવવાના બદલે ૭૪ લાખની રકમ પડાવી હતી.. પરંતુ રકમ પરતના કરતાં બાંસવાડાના જયંત પંચાલ નામના શખ્સે રાજસ્થાનના અરથુના પોલીસ મથકમાં ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના એફ.આઈ.આઈ. પણ નોંધાવી હતી.. હેલિકોપ્ટર લઈને પરણવા આવેલો સુરેન્દ્ર રાઠોડ અત્યારસુધી ફરાર હતો.. પરંતુ હેલિકોપ્ટર લઈને પરણવા આવવાના શોખે જ તેની મુશ્કેલી વધારી દીધી.. સુરેન્દ્ર રાઠોડ હેલિકોપ્ટર લઈને ડીસા પરણવા આવતા આ ઘટના સોસિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી અને તેના પગલે પોલીસે આ ઘટનાની તપાસ કરતાં સુરેન્દ્ર રાઠોડ છેતરપિંડીના ગુનહામાં ફરાર હોવાનું સામે આવ્યું હતું.. 


શું હતી ઘટના...!


 ૧૬ નવેમ્બરમાં ડીસા ખાતે આવેલા એક ખાનગી પાર્ટી પ્લોટમાં આબુરોડથી હેલિકોપ્ટર લઈને સુરેન્દ્ર રાઠોડ નામનો શખ્સ પરણવા આવ્યો હતો.. સુરેન્દ્ર રાઠોડના લગ્ન ડીસાની હની પઢિયાર સાથે નક્કી થયા હતા અને લગ્ન પહેલા હનીએ સુરેન્દ્રને હેલિકોપ્ટર લઈને પરણવા આવવાની હઠ પકડી હતી અને પોતાની પત્નીની હઠ પૂરી કરવા માટે સુરેન્દ્ર રાઠોડ હેલિકોપ્ટરમાં પરણવા ડીસા પહોંચ્યો હતો.. સુરેન્દ્ર રાઠોડે વીસ લાખમાં હેલિકોપ્ટર ભાડે કરીને આબુરોડથી ડીસા આવ્યો હતો.. વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા આવતા આ ઘટના સોસિયલ મીડિયા અને મીડિયાની સુરખીઓમાં ચમકી હતી.. મીડિયામાં આ સમાચાર પ્રસારિત થતાં વાત પોલીસ સુધી પહોંચી હતી અને ત્યારબાદ રાજસ્થાન પોલીસે તપાસ કરી તો હેલિકોપ્ટર લઈને ડીસા પરણવા આવેલો સુરેન્દ્ર રાઠોડ નામનો યુવક છેતરપિંડીના ગુનહાનો આરોપી હોવાનું બહાર આવ્યું હતું.. જેથી પોલીસે સુરેન્દ્ર રાઠોડ પરણીને પરત તેના ઘરે પહોંચ્યો ત્યારે જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી..



કેવી રીતે કરી હતી છેતરપિંડી...?


 સુરેન્દ્ર રાઠોડે ચાર વર્ષ પહેલા રાજસ્થાનના બાંસવાડાના અરથુના ગામના જયંત પંચાલને થઈલેન્ડમાં હોટલમાં ભાગીદારી કરવાની ઓફર કરી હતી.. અને હોટલમાં ભાગીદારી અપાવવાના નામ પર ૭૪ લાખ રૂપિયાની વાત કરી હતી.. અને બદલામાં દર મહિને દશ લાખ રૂપિયા નફો કમાવવાની લાલચ આપી હતી.. આ ઉપરાંત જો જયંત થાઈલેન્ડ ન રહે તો તે પોતે થાઈલેંડમાં રહીને હોટેલ સંભાળશે અને દર મહિને ૬ લાખ રૂપિયાનું વળતર જયંત પંચાલને ચૂકવશે તેવી ખાતરી આપી હતી.. પરંતુ જયંત પંચાલ પાસે આટલી મોટી રકમ ના હોવાથી જયંત પંચાલે તેમના શાળા દિલિપ નામના એક વ્યક્તિને ભાગીદાર બનાવીને હોટલ માટેના નાણાં સુરેન્દ્રના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.. બાદમાં સુરેન્દ્રએ થાઈલેંડ પહોંચીને કરાર લેખ તૈયાર કરાવ્યો હતો.. અને થાઈલેંડથી સુરેન્દ્રએ તેના ઇમેલ આઈડીથી જયંતને મેઈલ કર્યો હતો. પરંતુ કરાર લેખ જયંતના બદલે સુરેન્દ્રએ તેના નામ પર કરાવતા જયંતને તેની સાથે ઠગાઇ થઇ હોવાની આશંકા થઈ હતી.. પરંતુ સુરેન્દ્રએ ગલ્લા તલ્લા કરીને જયંતને સમજાવી દીધો હતો.. પરંતુ ત્યારબાદ જયંત અને દિલિપે આ બાબતે તપાસ કરતાં આ કરાર બોગસ હોવાનું સામે આવ્યું હતું.. જેથી જયંતે તેની સાથે છેતરપિંડી થઇ હોવાને પગલે રાજસ્થાનના બાંસવાડા તાલુકાનાં અરથુના પોલીસ મથકમાં સુરેન્દ્ર રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. અને ત્યારથી સુરેન્દ્ર રાઠોડ ફરાર હતો.. પરંતુ ડીસા લગ્ન કરવા માટે હેલિકોપ્ટર લઈને પહોંચતા આખો મામલો મીડિયામાં ચર્ચાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને સુરેન્દ્ર રાઠોડ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલી હોવાનું સામે આવ્યું હતું.. જેથી પોલીસે તાત્કાલિક સુરેન્દ્ર રાઠોડના આબુરોડ નજીક આવેલા લૂણીયાપૂરા ગામ પહોંચી સુરેન્દ્ર લગ્ન કરીને પરત ફરે તેવી જ અટકાયત કરી દીધી હતી.. 


બાદમાં પોલીસે સુરેન્દ્રને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને છેતરપિંડી કરેલી રકમ ક્યાં ગઈ તેની પૂછપરછ કરતાં સુરેન્દ્રએ પોલીસને જણાવ્યુ હતું કે કેટલીક રકમ લગ્નમાં ખર્ચ કરી દીધી હતી અને કેટલીક રકમ શોખમોજ પાછળ ખર્ચી કાઢી હતી.. જ્યારે રકમનો કેટલોક હિસ્સો તેના પિતાને આપ્યો હતો.. જેથી પોલીસ આ અંગે સુરેન્દ્રના પિતા રમેશભાઈ રાઠોડની પૂછપરછ કરે તે પહેલા જ સુરેન્દ્રના પિતા રમેશભાઈ રાઠોડ ફરાર થાઈ ગયા છે અને રાજસ્થાન પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે..


સુરેન્દ્ર રાઠોડ પર જયંત સાથે ૭૪ લાખની છેતરપિંડી કરવાની ફરિયાદ ફેબ્રુઆરી ૨૦૨૦માં નોંધાઈ હતી.. અને છેતરપિંડીનો ભોગ બનનાર જયંત પંચાલનું ગત વર્ષે લોકડાઉન દરમ્યાન કોરોનાના લીધે મૃત્યુ નીપજયું હતું.. જયંત પટેલને ૬-૬ વર્ષને બે સંતાન છે અને તેમના અવસાન બાદ તેમનો આ કેશ તેમના ભાઈ રામકૃષ્ણ પંચાલ લડી રહ્યા છે.

Download Our B K News Today App



Related News