ડીસામાં જીઆરડી જવાનને ટક્કર મારી જીપડાલા ચાલક ફરાર : ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 11:55:15
  • Views : 319
  • Modified Date : 2022-07-05 11:55:15

ડીસામાં જીઆરડી જવાનને ટક્કર મારી જીપડાલા ચાલક ફરાર : ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

 

ડીસા બનાસ નદીના પુલ પર ગઈકાલે વહેલી પરોઢે ફરજ બજાવીને ઘરે પરત ફરતા જી આર ડી જવાનને જીપડાલા ચાલકે ટક્કર મારી ફરાર થઈ જતા જી.આર.ડી જવાનને ગંભીર ઇજાઓ થવા પામી છે. જે અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

 

ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલી અંબર સોસાયટીમાં રહેતા અને ડીસા યુનિટમા ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહિલ અને તેમની સાથે  ફરજ બજાવતો મહેશજી ધારજીજી પરમાર બંને જણા વહેલી સવારે આખોલ ચાર રસ્તા પાસે પોતાનો પોઇન્ટ હોવાથી નોકરી પૂરી કરી  મહેશના બાઇક પર પરત ઘરે ફરતા હતા. તે દરમિયાન મહેશનું બાઈક નદીના પુલ પર અચાનક બંધ થઈ ગયું હતું.જેથી દેવેન્દ્રસિંહે જણાવ્યું કે, હું ધક્કો મારું તમે બાઈક ચાલુ કરો. જોકે આ દરમિયાન બનાસનદીના પુલ ઉપર પુર ઝડપે આવી રહેલ જીપડાલાના ચાલકે બાઈકને ટક્કર મારતા મહેશ પરમાર  ઘસડાઈને નીચે પટકાતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. જેથી દેવેન્દ્રસિંહે મહેશના ભાઈને તાત્કાલિક જાણ કરી હતી.. મહેશને વધુ ઇજા થવાથી તેને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર  અર્થે ખસેડાયો હતો. આ અંગે દેવેન્દ્રસિંહ ગોહીલે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા જીપડાલા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News