ઢીમામાં સ્વચ્છ ભારત અભિયાનની લાખ્ખો રૂપિયાની ગ્રાંટમાં ભ્રષ્ટાચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 11:25:30
  • Views : 431
  • Modified Date : 2019-11-07 11:25:30

વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં વાવ તાલુકા પંચાયત કચેરી દ્વારા દર વર્ષે રૂ.૧ લાખની ગ્રાંટ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આપવામાં આવે છે. ત્યારે ઢીમા
ગ્રામપંચાયત અને  મળતિયાઓએ આજદિન સુધી સફાઈ કરી જ નથી. તો વળી વાવ તાલુકા પંચાયત કચેરીને
પણ ખબર હોવાં છતાં પણ યાત્રાધામને વગર સફાઈએ લાખ્ખો રૂપિયાની ગ્રાંટ ફાળવી ભ્રષ્ટાચારી લોકોના ઘર ભરે છે. ત્યારે આ ગ્રાંટ વાવ તાલુકા
પંચાયત દ્વારા બંધ નહિ કરવામાં આવે તો આગામી સમયમાં નામદાર કોર્ટના દ્વાર ખખડાવી ન્યાય મેળવશે તેવું ગામના એક જાગૃત નાગરીકે નામ નહીં
આપવાની શરતે જણાવ્યું હતું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં દર પૂનમે ભવ્ય લોકમેળો ભરાય છે. તો વળી પાંચ દિવસીય લોકમેળામાં લાખ્ખો શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે ઠેર-ઠેર ગંદકીથી શ્રદ્ધાળુઓમાં પણ ભારે રોષની લાગણીઓ ફેલાઈ છે. પવિત્ર યાત્રાધામમાં ઐતિહાસિક એવા માંદેળા માનસરોવર તળાવમાં મુખ્ય ઘાટમાં ગંદકી જોવાં મળે છે. તો વળી પવિત્ર યાત્રાધામ ઢીમા ધામના ઐતિહાસિક માંદેળા તળાવમાંથી ભગવાનના  દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓ ચરણામૃત તરીકે પીવે છે. તો વળી સ્થાનિક ગ્રામપંચાયતની બેદરકારીથી સમગ્ર યાત્રાધામ ગંદકીનું ધામ બન્યુ છે. ત્યારે બે દિવસ અગાઉ વરસાદથી ગામના જાહેર રસ્તાઓ પર ગંદકીથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ અને દંડવત જમીન માપીને આવતાં શ્રદ્ધાળુઓને ગંદકીમાંથી પસાર થવું પડે છે. ત્યારે સત્વરે વાવ તાલુકા
પંચાયત દ્વારા નોટીસ આપી સ્વચ્છ ભારત અભિયાનની ગ્રાંટ ક્યાં વપરાય છે. એ બાબતે
પૂછ્યા કરે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News