બનાસકાંઠાના શિહોરી ગામમાં આજે દિનદહાડે દાદી પૌત્ર ની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 13:37:04
  • Views : 1677
  • Modified Date : 2021-11-30 13:37:04

બનાસકાંઠાના શિહોરી ગામમાં આજે દિનદહાડે દાદી પૌત્ર ની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. રહેણાંક મકાનમાં દાદી પૌત્ર ની નિર્મમ હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓ પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે

 

કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે એક રહેણાંક મકાનમાં દાદી પૌત્ર ની હત્યા થઈ હોવાની ઘટના બની છે. મુકેશભાઈ સાધુ તેમની પત્ની સાથે સુરત નોકરી કરે છે અને તેમનો પુત્ર ધાર્મિક અને માતા સુશીલાબેન શિહોરી ખાતે રામજી મંદિર પાસે રહેતા હતા. તે દરમિયાન આજે મુકેશભાઈએ તેમની માતા અને પુત્ર ના ખબર અંતર પૂછવા માટે મોબાઈલ પર કોલ કર્યો હતો પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ પ્રત્યુતર મળતા મુકેશભાઈએ બાજુમાં રહેતા તેમના સંબંધીઓને ફોન કરી તેમની માતા ને જાણ કરવા જણાવ્યું હતું. જેથી બાજુમાં રહેતા તેમના સંબંઘી  જાણ કરવા જતાં ઘરમાં જતા સુશીલાબેન અને તેમનો પૌત્ર ધાર્મિક ની હત્યા કરાયેલી લાશ જોવા મળતા તેઓ ડઘાઈ ગયા હતા અને તરત જાણ કરતા આજુબાજુના લોકો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. શીહોરી માં મંદિર પાસે ભરચક વિસ્તારમાં દિન-દહાડે દાદી અને પૌત્ર ની નિર્મમ હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જોકે હત્યા કોણે કરી છે તે હજી ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પોલીસે અત્યારે બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી હત્યારાઓને શોધવા કવાયત હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News