જામનગર નજીક બોલેરો પીકપ વાન અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માતમાં દાદી-પૌત્ર ઘાયલ , બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-16 13:13:06
  • Views : 42
  • Modified Date : 2025-04-16 13:13:06

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર રણુજા નજીક એક બાઈક અને બોલેરો પીકપ વાન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને ધુડસીયા ગામના દાદી પૌત્ર ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં બાઈક સવાર યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં ખોપડી ફાટી જવાના કારણે અંતરિયાળ મૃત્યુ નિપજ્યું હતું, જયારે પાછળ બેઠેલા દાદીને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે. જે મામલે બોલેરોના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધૂડશિયા ગામમાં રહેતો ક્રિશ કેતનભાઇ માધાણી નામનો 22 વર્ષનો યુવાન પોતાના બાઈકમાં ગઈકાલે સવારે 11.00 વાગ્યાના અરસામાં પોતાના દાદી સામુબેનને બેસાડીને કાલાવડના રણુજા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો.

Download Our B K News Today App



Related News