અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં ગ્રાન્ડ રિહર્સલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-18 15:26:03
  • Views : 97
  • Modified Date : 2023-06-18 15:26:03

અમદાવાદની 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. પોલીસે યાત્રાના 22 કિલોમીટર સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.ભગવાન જગન્નાથજીની યાત્રામાં ભક્તોનું ધ્યાન રાખવા 25 વોચ ટાવર પર પોલીસ તૈનાત રહેશે. ડ્રોન, થ્રિડી મેપિંગ, CCTV કેમેરા અને એન્ટી ડ્રોન ગન સાથે પોલીસ ખડેપગે રહેશે અને 15 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારથયાત્રાના રૂટ પર સુરક્ષાનું નિરીક્ષણ કર્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુરક્ષા અંગે માહિતી આપી. પોલીસ કમિશનર દ્વારા રૂટ પર નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. ખાસ કરીને બેરિકેટિંગ મુકવાના લોકેશનના સૂચનો કરવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News