અયોધ્યા રામ મંદિર મહોત્સવને લઈ શામળાજીમાં ભવ્ય તૈયારીઓ કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-21 14:12:18
  • Views : 77
  • Modified Date : 2024-01-21 14:12:18

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશમાં દરેક ગામ અને શહેરમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. દેશભરમાં માહોલ રામ મય બન્યો છે. શામળાજી મંદિરને પણ વિશેષ રીતે શણગાર કરવામાં આવ્યો છે. ઝળહળતી રોશની સાથે સુંદર ડેકોરેશન મંદિરને કરવામાં આવ્યુ છે.શામળાજી મંદિરમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી કરવામાં આવી છે. ભગવાન રામના થી પર રંગોળીનું આયોજન શામળાજી મંદિર પરીસરમાં કરવામાં આવ્યુ હતુ. જ્યા સ્થાનીક કોલેજના વિદ્યાર્થીઓ રંગોળી પૂરવા માટે જોડાયા હતા.સ્થાનિક શામળાજીની આર્ટસ કોલેજ ઉપરાંત DHSI કોલેજ અને MSW કોલેજના વિદ્યાર્થીઓ રંગોળી પૂરવા માટે જોડાયા હતા. વિદ્યાર્થીઓ સુંદર રંગોળી શામળાજી મંદિર પરીસરમાં તૈયાર કરી હતી.200 થી વધારે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ જોડાયા હતા અને તેઓએ રામ થીમ પર રંગોળી તૈયાર કરી હતી. જે મંદિર પરીસરમાં યાત્રાળુઓ નિહાળીને વિદ્યાર્થીઓની કળાને પ્રોત્સાહન આપ્યુ હતુ.મંદિર પરીસરમાં ભગવાન રામ, લક્ષ્મણ અને શબરીની રંગોળી તૈયાર કરવામાં આવી હતી. મંદિરના સુંદર શણગાર અને પરિસરમાં સુંદર રંગોળી સરસ માહોલ સર્જી રહેલો જોવા મળે છે.શામળાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ ગાંધીએ મીડિયાને બતાવ્યુ હતુ કે, મંદિર ખાતે સુંદર તૈયારીઓ કરી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાની તૈયારીઓ શામળાજીમાં કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News