નાનાકાપરા ના રધુનાથપુરીબાપુ ની છઠ્ઠી પુણ્યતિથિ ના મહોત્સવની ભવ્ય ઉજવણી થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-09 17:46:50
  • Views : 250
  • Modified Date : 2022-06-09 17:46:50

 

ભગવતી લાખણેચી માતાજી તથા ભગવતી જહુ માતાજી નો એકાવન કુંડાત્મ મહાયજ્ઞ યોજાયો

 

તારાતરા મઠ ના મહંત પ્રતાપપુરીજી મહારાજ ની ભવ્ય શોભાયાત્રા નીકળ

 

બનાસકાંઠા જિલ્લાના નાના કાપરા  ગામની પાવન ભૂમિ પર ના પ પૂ મહંત શ્રી રઘુનાથપુરી બાપુ આશ્રમ માં તા 9/6/22 ને ગુરુવાર ના એક દિવસીય ધાર્મિક કાર્યક્રમ નુ આયોજન શિષ્ય કુરશીભાઈ ગુરુ રઘુનાથપુરી બાપુ અને તેમના સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું

બ્રહ્મલીન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહંત શ્રી 1008 શ્રી રઘુનાથપુરી મહારાજ (લાખીયાધરા) ની છઠ્ઠી પુણ્યતિથિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા 9-6-22 ને ગુરુવાર ના વહેલી સવારે શ્રી ભગવતી લાખણેચી માતાજી તથા ભગવતી શ્રી જહુ માતાજી નો એકાવન કુંડાત્મ મહાયજ્ઞ આચાર્ય શ્રવણભાઇ જોષી ના વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયો હતો ત્યારબાદ મોટાકાપરા ગામ ના પાટીયાથી તારાતર મઠ ના મહંત પ્રતાપપુરીજી મહારાજ ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં બાઇકસવારો જોડાયા હતા જેમાં ગુજરાતની લોક ગાયિકા કિંજલબેન રબારી સુરોના સંગીત સાથે ભાવિક ભક્તજનો ઝુમી ઉઠ્યા હતા ત્યારબાદ વિવિધ સંતો મહંતો આગેવાનો અને સેવકો નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની સાથે રાજકીય-સામાજિક આગેવાનો એ પણ હાજરી આપી હતી કાર્યકમ ની શોભા વધારી હતી આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન વાઘજીભાઈ સિસોદરા દ્વારા કરાયું

Download Our B K News Today App



Related News