ઇસ્લામપુરા ગામમાં દબાણથી બચવા આશાવર્કરે ખોટી ફરિયાદ કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-06 11:35:30
  • Views : 534
  • Modified Date : 2020-06-06 11:35:30

વડગામ તાલુકાના ઇસ્લામપુરા ગામે આશાવર્કર તરીકે કામ કરતા કોરોના વોરિયર્સ પર હુમલાનો બનાવ હતો. જેમાં પાસા હેઠળ કાર્યવાહી થઈ હતી. જોકે ગામના સરપંચ સહિત ગ્રામજનો આ ફરિયાદને ખોટી ગણાવી રહ્યા છે અને સીસીટીવી સહિત પુરાવા રજૂ કરી ખોટી સંડોવણીની ચોંકાવનારી વાત કહી રહ્યા છે.
વડગામ તાલુકાના ઈસલામપુરા ગામે ૨૯ એપ્રિલે આશાવર્કર પર હુમલો થયો હતો. કોરોના પર હુમલાની વાતને લઈને પોલીસે પાસાની કાર્યવાહી કરી કે અને સાત જેટલા ઈસમોને પાસા હેઠળ ધકેલાયા હતા. પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે આશાવર્કર અને તેમના પતિ સામે ગામમાં દબાણને લઈને મુદ્દો હતો અને જેને લઈને દબાણની કાર્યવાહી ન થાય એ હેતુથી આખું ષડયંત્ર રચી અને આ ખોટી ફરિયાદ કરી હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે ગામના સરપંચે પણ કબૂલાત કરી છે કે દબાણનો મુદ્દો હતો અને દબાણને લઈને કાર્યવાહી થતી હતી. જેને લઇને આ દબાણની કાર્યવાહી રોકવા માટે આ એક તૂત ઊભું કરાયું છે.
ઇસ્લામપુરા ગામે
આશાવર્કર પર હુમલો થયો હતો, જોકે આ સમગ્ર મામલાને જે ગામ લોકો છે તે આ આશાવર્કરના દબાણને જવાબદાર ગણી રહ્યા છે. આશાવર્કર અને તેના પતિનું ગામમાં દબાણને પગલે લઘુમતી એક જ કોમના આ બંને જૂથો સામસામે આવી ગયા હતા. જોકે આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને જેને આ આશાવર્કર પર હુમલાનું સ્વરૂપ અપાયું હતું. ત્યારે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે દબાણની કાર્યવાહી રોકવા માટે આ પાછા જેવી ગંભીર કલમ લગાવી અને ગામના સાત યુવાનોને પાસા હેઠળ ધકેલી દેવાયા છે.
ઇસ્લામપુરા દૂધ મંડળીના ચેરમેન સહિત ગ્રામજનોનું કહેવું છે કે પાસા હેઠળ કાર્યવાહી માટે નિર્દોષ લોકોની સંડોવણી કરાઈ છે. ષડયંત્ર રચી અને હુમલો કરવાની ખોટી ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે હવે અને નિર્દોષ યુવાનો જેલમાં ધકેલાતા ગામજનોએ સીસીટીવી સહિતના જે તે સમયના પુરાવો પણ રજૂ કર્યા છે અને હવે આ ગ્રામજનો હાઈકોર્ટનું શરણું લેવાની તૈયારી પણ બતાવી રહ્યા છે. ત્યારે કોરોનાના પોલીસ પરના હુમલામાં હવે વિવાદ છંછેડાયો છે અને સમસ્ત ગ્રામજનોના આક્ષેપ છે કે આ ફરિયાદ ખોટી છે.

Download Our B K News Today App



Related News