રૂપાલમાં મૃત પશુઓની દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:38:59
  • Views : 252
  • Modified Date : 2021-03-12 10:38:59

રૂપાલ ગામમાં મૃત પશુઓના કુંડની પાસે રહેતા રહિશોની હાલત અત્યંત દયનિય બની ગઇ છે. રોજબરોજ અનેક પશુઓ મોતને ભટે છે. ત્યારે તેની દુર્ગધના કારણે પાસે રહેતા ગ્રામજનો પારાવાર યાતનાઓ વેઠી રહ્યા છે. તેની સાથે અહિંયા રખડતા કુતરા પશુઓના માંસના લોચા ખેંચી લાવતા હોવાના કારણે પણ ઠેર ઠેર ગંદકી જાેવા મળે છે. ત્યારે આ સમસ્યામાંથી મુક્તિ
અપાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામમા આવેલા મૃત પશુઓ નાખવાના વાડા પાસે રહેતા અનેક રહિશો આ પરેશાનીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. અનેક ગામમાં આ પ્રકારના વાડા હોય છે. પરંતુ તે ગામના છેવાડે હોય છે તેની આસપાસ કોઇ વસવાટ હોતો નથી. પરંતુ રૂપાલમાં વાડાની આજુબાજુ અનેક લોકો વસવાટ કરે છે. પરિણામે મૃત પશુઓના કારણે દુર્ગંધ ફેલાય છે. તેની સાથે સાથે કુતરાઓ ખોરાકના ઇરાદે મૃત પશુઓના માંસના લોચા લઇને નિકળતા હોવાથી અનેક જગ્યાએ રસ્તામાં જાેવા મળે છે. ગામમાં આશરે ૧૦૦ કરતા પણ વધારે કુતરા આ જગ્યા ઉપર રખડતા હોવાના કારણે પશુમાંથી વધારે ગંદકી ફેલાય છે. ત્યારે આ મુસીબતમાંથી બહાર કાઢવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News