પાટણ જિલ્લામાં જળસંચયની કામગીરીમાં યોગદાન આપવા સરપંચો અને ગ્રામજનોને આહવાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-14 11:09:06
  • Views : 427
  • Modified Date : 2019-07-14 11:09:06

 પાટણ જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી ભારત સરકારના નોડલ ઓફિસર જોઈન્ટ સેક્રેટરી રીના એસ.પુરી પ્રવાસ કરી રહ્યા છે અને વિવિધ જગ્યાઓએ મુલાકાત પણ લઇ રહ્યા છે. ત્યારે શનિવારે તેઓ સમગ્ર ટીમ સાથે જળ શક્તિ અભિયાનની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પાટણ જિલ્લાના જાલેશ્વર
પાલડી, બ્રામણવાડા, ચાણસ્મા તથા રૂપપુર તળાવની મુલાકાત લીધી હતી.
કેન્દ્ર સરકારે રચેલી કમિટિ દ્વારા દેશના ૨૫૬ જિલ્લાઓમાં ભૂગર્ભ જળના સ્તર નીચે જવાથી જનભાગીદારીથી જળસંચયના કામો કરી જળ સ્તર ઉંચા લાવવા પ્રયત્નો  હાથ ધરવામાં આવનાર છે. તે અંતર્ગત પાટણ જિલ્લાના ચાર તાલુકાના ગામોમાં થયેલ જળશક્તિ અભિયાનના કામોની ભારત સરકારના નોડલ ઓફિસર જોઈન્ટ સેક્રેટરી રીના એસ.પુરીએ મુલાકાત લીધી હતી. જાલેશ્વર પાલડી ખાતે વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, તે પાણીનો ફરીથી ઉપયોગ થાય તે માટે શું શું કરવુ જોઈએ, ગામનું પાણી ગામ
 અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે પ્રકારની કામગીરી હાથ ધરવા અનુરોધ કર્યો હતો અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. ગામના મંદિરના પરીસરમાં આવેલ રામકુંડની કેન્દ્રીય ટીમના અધિકારીઓ અને ગ્રામજનોએ સાથે મળી સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ઇન્ફર્મેશન ડીપાર્ટમેન્ટના ડાયરેકટર ગીરીશ ચંદ્રા એરોન, ટેકનિકલ ઓફિસર નરેશ પોરવાલ, પ્રાંત અધિકારી ડી.બી.ટાંક, સિંચાઇ અધિકારી શ્રોફ, ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News