ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રા.શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-01 11:38:30
  • Views : 479
  • Modified Date : 2019-10-01 11:38:30

ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં ચાલતા ગેર વહીવટ બાબતે ગ્રામજનો દ્વારા અવાર-નવાર તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જેના કારણે શાળાના શિક્ષકોએ શાળાની બહાર બેસી રહેવુ પડયું હતું. તેમજ આ બાબતે જિલ્લા શિક્ષણાઅધિકારીને જાણ થતાં તાત્કાલિક તાલુકા શિક્ષણાઅધિકારીને કોટડા ગામે મોકલવામાં આવ્યા હતા.
ધાનેરા તાલુકામાં શિક્ષણ કથળી રહ્યુ છે અને તેમાં મોટા ભાગના અપડાઉન કરતા
 શિક્ષકો જવાબદાર છે. મોડા શાળામાં આવતા હોય છે અને વહેલા શાળામાંથી જતા રહેતા હોવાથી શિક્ષણ ઉપર મોટી અસર પડી રહી છે. હાલ વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં શાળાના આચાર્યના ગેર વહીવટ ને લઇને સોમવારે ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવતા શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને ગ્રામજનોને સમજાવવા માટે તજવિજ હાથ ધરી હતી. કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સંગીતાબેન શ્રીમાળી છેલ્લાં પાંચ વર્ષથી શાળામાં ફરજ બજાવે છે પરંતુ તેઓ આવ્યા પછી શાળામાં હજુ સુધી એસ.એમ.સી. કમિટિની રચના પણ કરવામાં આવેલ નથી. શાળામાં આવતી શિષ્યવૃતિની કેટલીક રકમ બાળકોને ચુકવેલ નથી તેમજ શાળામાં આવતી ભૌતિક સુવિધાની ગ્રાન્ટ પણ બારોબાર કરી દેવામાં આવે છે. તેના બીલો પણ એસ.એમ.સી ના લોકોને બતાવવામાં આવતા નથી. તેમજ શાળામાં ૧૫ જેટલા કોમ્પ્યુટરો હતા તે પણ સ્ટોર રુમમાં ભંગાર પદી રહ્યા છે તેમજ ચાર વર્ષથી આર.ઓ. પ્લાટ આવવા છતાં તે ભંગારમાં પડી રહ્યો છે. તેમજ શાળાના મોટા ભાગના રેકર્ડ પણ પોતાના ઘરે રાખતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા  તેમજ આ બાબતે ધાનેરા તાલુકા  શિક્ષણાઅધિકારીને ૨૬ ઓગસ્ટના રોજ આ ૧૩ મુદ્દાઓ બાબતે લેખીતમાં ગ્રામજનો દ્વારા રૂબરૂ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં ભરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી હતી અને જ્યાં સુધી શાળાના આચાર્યની બદલી કરવામાં નહી આવે ત્યાં સુધી શાળા બંધ રાખવા માટે પણ મક્કમતા દાખવી હતી.

Download Our B K News Today App



Related News