ધાનેરાના સાંકડ ગામે ગ્રામ પંચાયતની ગેરરીતી છતી થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 11:58:58
  • Views : 286
  • Modified Date : 2021-03-25 11:58:58

ધાનેરા તાલુકાના જાેરાપુરા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા સાંકડ ગામે બસ સ્ટેન્ડની પાછળ શિવ મંદિર પાસે પીવાના પાણીની ૨ લાખના ખર્ચે ટાંકી બનાવવામાં આવી છે પરંતુ આજ સુધી
પાણીનંુ કનેકશન અને નળ પણ નાંખવામાં આવ્યા નથી. અને
પેમેન્ટ પુરેપુરુ આપી દેવામાં આવતા ભ્રષ્ટાચાર છતાં થવા
પામ્યો છે.
જાેરાપુરા ગ્રૃપ ગ્રામ
પંચાયતમાં ત્રણ ગામ નો સમાવેશ થાય છે જે ગામોમાં સરપંચ દ્વ્રારા વિકાસના કામો કરવામાં આવેલ તે કામોમાં પુરી ગુણવત્તા ન જળવાતી હોવા બાબતે અનેકવાર ધાનેરા તાલુકા વિકાસ અધિકારીને રજુઆતો કરવામાં આવેલ પરંતુ તેઓએ આ બાબતે ક્યારેય કોઇ તપાસ કરવામાં આવેલ નહી. જેથી સાંકડ ગામના લોકોએ આ બાબતે મીડીયાનો સંપર્ક કર્યો હતો અને સાંકડ ગામે બનાવેલ દિવલ તેમજ પાણીની ટાંકી બનાવવામાં ભ્રષ્ટાચાર કરેલ તે બાબતે તપાસ કરતાં ૧૪ માં નાંણા પંચની ગ્રાન્ટ વર્ષ-૨૦૧૯-૨૦ માં પાણીની ટાંકી જે શિવ મંદિર પાસે બનાવવામાં આવેલ છે તેને બનાવ્યાને બે વર્ષ થવા છતાં તેમાં આજ દિવસ સુધી પાણી પણ નાંખવામાં આવેલ નથી અને કોઇ જાેડાણ કે નળ પણ નાંખવામાં આવ્યા નથી તેમ છતાં તેના પેમેન્ટ બારોબાર તાલુકા પંચાયત દ્વારા ૨ લાખ ચુકવી દેવામાં આવ્યા છે. અને દિવાલના કામમાં પણ હલકી ગુણવત્તાવાળુ મટરીયલ વાપરીને બનાવી દેવાઇ ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News