બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ : ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે લોકોએ મતદાન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-20 12:01:42
  • Views : 556
  • Modified Date : 2021-12-20 12:01:42

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં 84 ગ્રામ પંચાયતોની જનરલ ચૂંટણી તેમજ 8 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન શરૃ થઈ ગયું છે. આજે વહેલી સવારથી 8 ડીગ્રી ઠંડીમાં મતદાન માટે લોકોની વહેલી સવાર થી લાંબી કતારો લાગી ગઈ હતી જેમાં 84  ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટે કુલ 301 ઉમેદવારો મેદાનમાં છે,  જ્યારે સભ્યો માટે 498 ઉમેદવારો વચ્ચે જંગ જામશે ગામ ના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદારો મતદાન કરી સરપંચ ને ચૂંટશે. જોકે આ વખતે બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે.અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર  જોનલ ઓફિસર નજર રાખી રહ્યા છે.ત્યારે આજે ડીસા તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત માલગઢ ગામે પણ ચૂંટણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદારો પણ ગામના વિકાસ કરી શકે તેવા ઉત્સાહી ઉમેદવાર મત આપશે તેમ જણાવ્યું હતું. ડીસા તાલુકાની સૌથી મોટી ગણાતી માલગઢ ગ્રામ પંચાયત પર સવારથી શરૂ થયેલા મતદાન બાદ બપોર સુધી મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે મતદારોએ મતદાન કર્યું હતું.

 

Download Our B K News Today App



Related News