બનાસકાંઠાની દિયોદર જીઆઇડીસી માંથી અનાજ કૌભાંડ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-17 13:03:21
  • Views : 362
  • Modified Date : 2021-11-17 13:03:21

બનાસકાંઠામાં વધુ એક વાર અનાજ કૌભાંડ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. દિયોદર જીઆઇડીસીમાં ખાનગી ગોડાઉનમાંથી રેશનીંગના ઘઉં અને ચોખાના જથ્થો પુરવઠા વિભાગે ઝડપી પાડયો છે. સરકારી અનાજના જથ્થા અને ટ્રક સાથે કુલ 8.64 લાખનો મુદામાલ સિઝ કરી આગળની કાર્યવાહી હાથ ફરી છે . . . .

 

બનાસકાંઠા જિલ્લામાં ગરીબોને તેમજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતા રેશનીંગના ઘઉં અને ચોખાના જથ્થા નો મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે.થોડા સમય અગાઉ પાલનપુરના સરકારી ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનો ઘઉ  અને ચોખા નો જથ્થો બારોબાર વેચવાના કૌભાંડમાં ગોડાઉન મેનેજર અને સુપરવાઇઝર ની પોલીસે ધરપકડ કરી છે. તે દરમિયાન ગત મોડી રાત્રે દિયોદર જીઆઇડીસીમાં ખાનગી ગોડાઉનમાં રેશનીંગના ઘઉ અને ચોખાનો જથ્થો પડયો હોવાની બાતમી જિલ્લા પુરવઠા અધિકારી ઓને મળતા ઓચિંતી તપાસ હાથ ધરી હતી.અને જીઆઇડીસી ના પ્લોટ . 50 માં આવેલ ખાનગી ગોડાઉનમાં સસ્તા અનાજની દુકાનના ઘઉં અને ચોખાના 696 જેટલા કટ્ટઆ મળી આવ્યા હતા. તેમજ જથ્થા અંગે ના ગોડાઉન સંચાલક પાસે કોઈજ આધાર પુરાવા હોઈ પુરવઠાની ટીમે ટ્રક સહિત 8.64 લાખ રૂપિયાનો જથ્થો સીઝ  કર્યો હતો. રેશનીંગ નો જથ્થો લાખણી ખાતેના સરકારી ગોડાઉનમાંથી દિયોદર જીઆઇડીસીમાં પહોંચ્યો હોવાનું અનુમાન છે. . .  જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુરવઠા ના અનાજ બારોબાર વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાંથી ચોથી વખત અનાજ કૌભાંડ ઝડપાયું છે.જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક પુરવઠા વિભાગની રહેમનજર હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. . . . . .

 

Download Our B K News Today App



Related News