ડીસા બીએસએનએલ ઓફિસના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા ગ્રાહકોને હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-12 12:05:22
  • Views : 1003
  • Modified Date : 2020-07-12 12:05:22

  ડીસા એસ.સી.ડબલ્યુ. હાઇસ્કૂલ પાસે ભારત દુરસંચાર નિગમ લિ. ની ઓફિસ આવેલી છે. જ્યાં ટેલીફોનને લગતા બીલ તેમજ મોબાઇલના સીમકાર્ડને લગતી કામગીરી કરવામાં આવે છે. આ ઓફિસમાં રોજેરોજ મોટી સંખ્યામાં બીએસએનએલના ગ્રાહકો પોતાના ટેલિફોન કે મોબાઈલના બીલ ભરવા માટે આવે છે. પરંતુ સમસ્યા એ સર્જાઈ છે કે સામાન્ય વરસાદ આવતા જ આ કચેરીનું કમ્પાઉન્ડ પાણી-પાણી થઇ જાય છે. અહીં ભરાતા પાણીના કારણે કર્મચારીઓ અને ગ્રાહકોને ઓફિસમાં જવા-આવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા બનેલા રોડ કરતા આ કચેરીનું કમ્પાઉન્ડ નીચું હોવાથી સામાન્ય વરસાદના ઝાપટામાં પણ કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જાય છે. જેથી વિભાગે આ ભરાતા પાણીનો વહેલી તકે નિકાલ કરીને તેના માટેની યોગ્ય કામગીરી કરવી જોઈએ, તેવું ગ્રાહકો ઇચ્છી રહ્યા છે.


Download Our B K News Today App



Related News