ગઢની બેંક ઓફ બરોડામાં ધાંધીયા ઃ ગ્રાહકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 11:41:12
  • Views : 345
  • Modified Date : 2020-12-26 11:41:12

પાલનપુર તાલુકાના ગઢ ખાતે બેંક ઓફ બરોડાની શાખામાં ગ્રાહકોને હેરાનગતિ ભોગવી રહ્યા છે.  દેનાબેંકમાંથી બેંક ઓફ બરોડામાં મર્જ થયા બાદ નવા મેનેજર આવતા ગ્રાહકો સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરી રહ્યા છે જેને લઈને લોકો પરેશાની ભોગવી રહ્યા છે.
ગઢ વિસ્તારમાં આવેલા તમામ ગામોના લોકોના ખાતા બરોડા બેંકમાં છે. દુધ ગ્રાહકો
પણ મોટા પ્રમાણમાં ખાતા ધરાવે છે. ત્યારે બેંક મર્જ થતાં ગ્રાહકોના ખાતા નંબરો બદલાયા છે. પરંતુ બેંક દ્વારા નવી પાસબુક કે એન્ટ્રી ના કરી આપતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી બાજુ લોકોના ખાતામાંથી બેંક દ્વારા આડેધડ પૈસા કાપી નાંખવામાં આવે છે. જ્યારે લોકોને ખબર
પડે એટલે બેંકમાં પુછવા જાય ત્યારે બેંક મેનેજર દ્વારા ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રાહકના ખાતામાં
પૈસા પરત આપવામાં આવે છે. તો શંુ સીસ્ટમ દ્વારા કપાયેલા પૈસા પરત કેવી રીતે આવે છે. એ પણ એક સવાલ લોકને સતાવી રહ્યો છે. આ અંગે બેંકના ગ્રાહકોએ જણાવ્યુ હતુ કે અમે ગ્રામીણ વિસ્તારમાં રહીએ છીએ. અમારો કામધંધો છોડી બેંકમાં નાણા ઉપાડવા આવીએ, તો કલાકો સુધી અમારે ઉભા રહેવુ પડે છે. અમારો કામધંધો બગડે છે. જાે પૂછવા જઈએ તો બેંકના કર્મચારીઓ દ્વારા ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરવામાં આવે છે
૧૨૦૦ ખાતા ધરાવતી બેંકમાં એટીએમની પણ સગવડ ના હોઈ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સત્વરે આવા કર્મચારીઓ પર સખ્તાઈથી અમલ કરી લોકોને પડતી સમસ્યાનો હલ લાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.  ગઢ ખાતે દેના બેંકમાંથી બેંક ઓફ બરોડામાં મર્જ થયેલી બેંક મેનેજર દ્વારા ગ્રાહકોને હડધૂત કરી ઉતારી પાડવાનું હિટલરશાહી વર્તન કર્યુ હોવાનું ગ્રાહકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા હિટલરશાહી વર્તન કરનાર મેનેજર સામે તંત્ર દ્વારા યોગ્ય
પગલાં ભરાશે કે હોતી હૈ ચલતી હે ચલાવાશે. વધુમાં માનવતા નેવે મૂકીને ગ્રાહકોને હેરાન
પરેશાન કરનાર મેનેજરને તંત્ર માનવતાના પાઠ ભણાવશે કે પછી આવા વર્તનનો ભોગ શું ગ્રાહકોને બનતા જ રહેવાનું ? તેવા પ્રશ્નો ગ્રાહકો પૂછી રહ્યા છે.

Download Our B K News Today App



Related News