ગ્રેફિનથી બનાવેલાં કપડાંંનો ઉપયોગ કરવાથી મચ્છરના ડંખથી બચી શકાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 16:33:50
  • Views : 462
  • Modified Date : 2019-09-05 16:33:50

દુનિયાની અડધી વસ્તીને મચ્છરજન્ય રોગોનું જોખમ છે. તેની સુરક્ષા મેળવવા માટે સંશોધકોએ ગ્રેફીન લાઈન નામના કપડાંં પહેરવાનો વિકલ્પ આપ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટ અનુસાર, 2016માં મેલેરિયાથી 4 લાખ 45 હજાર લોકોના મોત થયા હતા. દર વર્ષે હજારો લોકો મચ્છરોથી ફેલાતા રોગોની ઝપેટમાં આવીને દમ તોડે છે. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના વેજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ગ્રેફિનથી બનાવેલા કપડાંનો ઉપયોગ કરવાથી મચ્છરના ડંખથી બચી શકાય છે. તેનાથી મેલેરિયાની બીમારીને રોકી શકાય છે.શરીરની દુર્ગંધને રોકે છેમચ્છરના ડંખ આ કાપડને ભેદી નથી શકતા. બ્રાઉન યુનિવર્સિટીના વેજ્ઞાનિકોનું કહેવું છે કે, આ કાપડ સામાન્ય કાપડની સરખામણીએ પાતળું અને મજબૂત છે. મચ્છર માનવ શરીરની ગંધથી આકર્ષિત થયા પછી જ લોહી ચૂસે છે. એવામાં આ કપડું આપણી દુર્ગંધને રોકે છે. આ કપડાં પહેરીને અથવા ઓઢીને તમે સૂઈ જાઓ તો પણ મચ્છર તમને કરડશે નહીં.કપડું બનાવનારી ટીમના પ્રોફેસર રોબર્ટ હર્ટના જણાવ્યા પ્રમાણે, ઝેરી રસાયણો સામે રક્ષણ આપતા ગ્રાફિન જેવા કાપડ બનાવવાનું કામ કરી રહ્યા છીએ.પ્રયોગમાં સફળ રહ્યા વેજ્ઞાનિકોમચ્છરને દૂર કરવા માટે વિવિધ પ્રકારના વિકલ્પ અપનાવામાં આવે છે, જે ખતરનાક રસાયણોથી બનેલા હોય છે. આ બધામાં આપણી પાસે ગ્રેફીનથી બનેલા કપડાં એક સૌથી સારો વિક્લપ છે. વ્યક્તિના એક હાથને ગ્રેફીનથી ઢાંકવામાં આવ્યો અને બીજા હાથને સામાન્ય કપડાંથી. સાધારણ કપડાં પર સતત મચ્છર બેસતા હતા અને લોહી ચૂસતા હતા, પરંતુ ગ્રેફિનથી ઢંકાયેલા હાથ પર એક-બે મચ્છર બેઠા હતા, તો લોહી ચૂસી નથી શકતા. વેજ્ઞાનિકોની સામે સમસ્યા એ છે કે, આ મોંઘો પદાર્થ છે. એટલા માટે તેનાથી બનાવેલા વસ્ત્રો મોંઘા હશે. એકવાર ઉત્પાદન મોટા પાયે શરૂ થાય તો મેલેરિયાથી સુરક્ષા મેળવવા માટે તેના વસ્ત્રો બહુ કારગર સાબિત થશે.

Download Our B K News Today App



Related News