હવા અને પાણી પ્રદૂષણ ફેલાવતા ચાર એકમોને GPCBએ ફટકારી નોટિસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-04 15:49:30
  • Views : 114
  • Modified Date : 2023-08-04 15:49:30

મહેસાણા જિલ્લામાં હવા અને પાણીનું પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે GPCB લાલ આંખ કરી છે. મહેસાણા જિલ્લાના કડીના ચડાસણા અને ઈન્દ્રાડ તેમજ વિજાપુરની બે મળીને ચાર એકમોને GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ યુજીવીસીએલને વીજ જોડાણ કાપવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. આ કંપનીઓ વારંવારની સૂચના છતા પાણી અને હવાનું પ્રદૂષણ ફેલાવતી હતી.તો આ અગાઉ સુરત શહેરમાં દૂષિત પાણીની ફરિયાદ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એક્શનમાં આવ્યું હતુ. GPCBએ કેબલ સ્ટ્રેટ બ્રિજ પાસેથી તાપી નદીના પાણીના સેમ્પલ લીધા હતા. GPCB દ્વારા અલગ અલગ પાંચ બોટલમાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News