સરકાર પાક ધોવાણ ની જેમ પશુ મૃત્યુના કિસ્સામાં પણ વળતર આપે : ગોવાભાઈ રબારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 11:32:00
  • Views : 292
  • Modified Date : 2022-09-05 11:33:57

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ થી અનેક ગાયોના મોત નિપજતા ખેડૂતો અને પશુપાલકો ને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાક ધોવાણ ની જેમ પશુ મૃત્યુ ના કિસ્સામાં પણ સહાય આપવી જોઈએ તેમ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી એ માંગ કરી છે.

ડીસા તાલુકાના ગામડાઓમાં લમ્પી વાઇરસથી પીડિત ગાયોની હાલત દયનિય બની જવા પામી છે. સરકાર પાસે પુરતા પ્રમાણમાં પશુ ડૉકટર નો પણ અભાવ જોવા મળી રહ્યો છે અને ડીસા ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસ ઝડપભેર પ્રસરી રહ્યો છે અને અનેક ગાયો મોતને ભેટી રહી છે. જેથી બિમારી થી તરફડતી ગાયોને બચાવવા અને જે પણ પશુ લમ્પી થી મૃત્યુ પામ્યું છે તેવા ખેડૂતો અને પશુપાલકો ને સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી વળતર આપવામાં આવે તે માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી એ લેખિત માં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પશુપાલન મંત્રી ને પણ લેખીત રજૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ગાયો માં પ્રસરેલા લંપી રોગે અનેક પશુપાલકો ના પશુઓ મોતને ભેટતા બેહાલ કરી મૂક્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી પશુપાલકો અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેમ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી એ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News