જ્ઞાન શક્તિ દિવસ નિમિતે આજે થરાદ તાલુકાના ભોરોલ ખાતે સરકારી માધ્યમિક શાળા મારવાડી વાસ સ્કુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-03 11:58:30
  • Views : 321
  • Modified Date : 2021-08-03 11:58:30

     જ્ઞાન શક્તિ દિવસ નિમિતે આજે  થરાદ તાલુકાના ભોરોલ ખાતે સરકારી માધ્યમિક શાળા મારવાડી વાસ સ્કુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્રેમાં બનાસકાંઠાના સંસદ પરબતભાઇ પટેલના હાથે નવીન બનેલ સરકારી માધ્યમિક શાળા મારવાડીવાસ(આર. એમ. એસ. એ.) મકાન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું  કાર્યક્ર્મની શરૂઆતમાં મહાનુભાવોના આગમનથી થઈ હતી ત્યારબાદ સંજયભાઈ ત્રિવેદી દ્વારા  સ્વાગત પ્રવચન આપી મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આમંત્રીત મહેમાનો દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું અને છેલ્લે મુખ્ય મહેમાન અને બનાસકાંઠાના સંસદ શ્રી પરબતભાઇ પટેલ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું  ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે રાજયકક્ષાના મુખ્ય કાર્યક્ર્મ  તરીકે માન. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા માન.નાયબ મુખ્ય મંત્રી  નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થશે તે નિમિત્તે "પાંચ  વર્ષ આપણી સરકારના- સૌના સાથ સૌના વિકાસ "અંતર્ગત રાજ્ય ભરમાં વિવિધ કાર્યક્રમો તારીખ ૧/૮/૨૦૨૧/ થી  ૧૦/૮/૨૦૨૧ થનાર છે જેમાં ગઈકાલના રોજ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એ નિમિત્તે આજે રાજ્યમાં પણ સોથી  વધુ સ્થળોએ  સિવિલ વર્કસ અંતર્ગત  શાળાના નવીન ઓરડા. માધ્યમિક શાળા. હોસ્ટેલ બિલ્ડિંગ . કે. જી. બી. વી. તેમજ શિક્ષકો માટેના સ્ટાફ ક્વાટર લોકાર્પણનો કાર્યક્ર્મ યોજાયો હતો ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન  દ્વારા માન.  મોદી સાહેબની પ્રેરણા થકી ગુજરાત સરકારની ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલના ભાગ રૂપે  જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અમલી બનેલ છે જેમાં હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ૫૧૯ શાળાઓમાં ૧૬૩૮ વર્ગોમાં જ્ઞાન કુંજ કાર્યરત કરવામાં આવશે જેમાં આજે બનાસકાંઠા જિલ્લામાં આજના દિવસે ૪૭૦ સ્થળોએ કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં થરાદ તાલુકાના ભોરોલ ખાતે રાજ્યસરકાર દ્વારા ફાળવેલ મહાનુભાવોમાં આજ વિસ્તારના લોકલાડીલા સંસદ પરબતભાઇ પટેલેના હસ્તે સરકારી માધ્યમિક શાળા મારવાડીવાસ ભોરોલના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવો  પરબતભાઇ પટેલ . માવજીભાઈ પટેલ પૂર્વ મંત્રી (૨૦ મુદ્દા અધ્યક્ષ) તાલુકા પરમુખ  દાનાભાઈ માળી. તાલુકા સંઘના ચેરમેન  જીવરાજભાઈ પટેલ . જિલ્લા સદસ્ય  રૂપશીભાઈ પટેલ .તથા ગ્રામ જનો ઉપસ્થિત રહી આ ભગીરથ કાર્ય ને સફળ બનાવ્યું હતું.

Download Our B K News Today App



Related News